તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન:ડેસર તાલુકામાં ધીરે ધીરે કોરોના રસીકરણ અભિયાને વેગ પકડ્યું, ત્રણ દિવસમાં 4741 જેટલી વ્યક્તિઓએ રસી લીધી

ડેસર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તલાટીઓ દ્વારા ગેરસમજ દૂર કરાતા રસીકરણનો આંક વધ્યો

સમગ્ર રાજ્યમાં હાલ કોરોના સામેના રક્ષણ માટે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે ડેસર તાલુકામાં તંત્ર દ્વારા વિવિધ ગામોમાં તાલુકા વાસીઓને સરળતાથી કોવીસીલ્ડ રસીનો લાભ મળે તે હેતુથી તાલુકામાં 14 કેન્દ્રો ઉભા કરી રસીકરણ કરાઇ રહ્યું છે. ડેસર મામલતદાર શ્રદ્ધાબેન શ્રીમાળીની અધ્યક્ષતામાં તાજેતરમાં ડેસર કુમારશાળામાં રસીકરણ અભિયાન વેગ પકડે તે માટેની બેઠક પણ યોજાઈ હતી. તાલુકાના દરેક ગ્રામ પંચાયતના ફરજ પરના ​​​​​​તલાટી-કમ-મંત્રી રસી લેવડાવવા માટે ઘરે ઘરે ફરીને ઉપરોક્ત બાબતે નાગરિકોને જાગૃત કરે છે. તેના ભાગરૂપે હાલ રસીકરણ અભિયાને તાલુકામા વેગ પકડ્યુ હોવાનું જોવા મળી રહ્યું છે.

20 માર્ચથી 45થી 59 વર્ષના ગ્રામજનો ઉપરાંત 60 વર્ષથી ઉપરના દરેક બુઝુર્ગ માટે શરૂ થયેલા રસીકરણ અભિયાન 23 માર્ચ સુધી રસી કેન્દ્ર ઉપર તાલુકાવાસીઓની ખૂબ જ પાંખી હાજરી જોવા મળતી હતી. પરંતુ ઘરે ઘરે ફરીને તલાટીઓ દ્વારા ગેરસમજ દૂર કરાતા છેલ્લા ત્રણ દિવસમાં તાલુકાવાસીઓ રસી મુકવા માટે કેન્દ્ર ઉપર આવી રહ્યા છે. છેલ્લા બે દિવસ દરમિયાન 4704 તાલુકાવાસીઓએ કોવીસીલ્ડ રસીનો લાભ લીધો હતો. આજે તા 26 માર્ચ બપોરે એક વાગ્યા સુધી 37 તાલુકા વાસીઓએ રસી લીધી હતી. ધીરે-ધીરે ગેરસમજ દૂર થતાં તાલુકા વાસીઓએ કોરોના સામેના રક્ષણ માટેની રસી લેવાનું શરૂ થતાં તંત્રે પણ હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો