નીલગાયોથી ત્રસ્ત:ડેસરના સીમ વિસ્તારમાં ખેડૂતોના ઊભા પાકને નુકસાન કરતા પશુઓ

ડેસરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંથકના ખેડૂતો ખેતરમાં ભૂંડો, નીલગાયોથી ત્રસ્ત બન્યા

ડેસર પંથકના ખેડૂતો ભૂંડો, નીલગાયોથી ત્રસ્ત બન્યા છે. મોંઘા બિયારણ, ખાતર, પાણી, દવા નાખીને ઉગાળેલા છોડવા જમીનદોસ્ત કરી નાખીને ઉગેલા જીંડવાને ફોલી ખાય છે. અને મોટા પ્રમાણમાં બગાડ કરે છે. સતત બે મહિના ઉપરાંતથી મેઘરાજાની કાગડોળે વાટ જોઈ બેઠેલા ખેડૂતોને ભાદરવા મહિનામાં મેઘરાજાએ તૃપ્ત કર્યા છે. ત્યારે જગતનો તાત ખુશખુશાલ થઈ ગયો હતો.

ચોમેર ખેતીલાયક વરસાદ વરસતા હાશકારો અનુભવ્યો હતો. પરંતુ ખાટલે મોટી ખોડ. એક આપદા જાય અને બીજી ઊભી જ હોય છે. મહામહેનતે બોર કુવાના વેચાતા પાણીથી નાના છોકરાની જેમ એક એક છોડવાની ખેડૂતોએ માવજત કરી છે. મોંઘાદાટ બિયારણ ખાતર દવા નાંખીને તૈયાર કરેલા પાકનો રાત્રિ દરમિયાન ભુડોનું મસ મોટું ટોળું કપાસ, દિવેલા, તમાકુનો દાટવાળી રહ્યા છે.

ભૂંડો ખેતરમાં ઘૂસી જઈને ઊભા પાકને જમીનદોસ્ત કરીને તેની ઉપરના જીંડવા તોડી ખાય છે. જ્યારે દિવસે ખેતરોમાંથી ખેડૂતો જરાપણ આઘાપાછા થાય કે નીલ ગાયોનું ટોળું ખેતરોમાં ધુસી જઇ પારાવાર નુકસાન કરતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વખત આવ્યો છે. ઉપરોક્ત બાબતે ઘણી વખત તંત્ર વાહકોનું ધ્યાન દોર્યું છે પરંતુ કોઈપણ જાતની કંઈ પણ કાર્યવાહી કરાતી નથી. ડેસર, ધરમપુર, સતનગર, વરસડા, કોઠારા, ડુંગરીપુરા, હિંમતપુરા, વાંટા, વરણોલી, વેજપુર સહિતના ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.

અન્ય સમાચારો પણ છે...