તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:ડેસર હોસ્પિટલમાં એન્ટિબાયોટિકના કાર્ટુનો અને ગ્લુકોઝ બોટલ 3 મહિનાથી ધૂળ ખાય છે

ડેસર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 29 આઇસોલેશન સેન્ટરની મંત્રી યોગેશ પટેલ અને સાંસદ રંજનબેન ભટ્ટે મુલાકાત લીધી
  • આરોગ્ય કેન્દ્રોની મુલાકાતમાં હકીકત બહાર આવતાં ડોક્ટર સહિતના સ્ટાફ ઉપર લાલઘૂમ થયાં

ડેસર સહિત તાલુકાના 29 ગામોમાં 310 બેડ સાથે આઇસોલેશન સેન્ટરના નિરીક્ષણમાં આવેલા મંત્રી યોગેશ પટેલ અને સાંસદ રંજનબેન ભટ્ટ અને ધારાસભ્ય કેતન ઇનામદાર સહિત તંત્ર ગણે ડેસર સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઉડતી મુલાકાત લેતા છબરડા બહાર આવ્યા હતા. હોસ્પિટલમાં દર્દીઓએ CHCના ડોક્ટર સહિત સ્ટાફની વર્તણૂક બાબતે મંત્રીને રજૂઆત કરી હતી.

સાંસદ રંજનબેન ભટ્ટ સીએચસી કેન્દ્રમાં પ્રવેશતા વેંત હોસ્પિટલ પ્રાંગણમાં કાર્ટુનોનો ખડકલો જોઈ નજીક ગયા હતા તે દવાના કાર્ટુનો ઉપર ધૂળ પણ ચઢી ગઈ હતી. ત્યારે હાજર કર્મચારીને પૂછતાં તેઓ યોગ્ય પ્રત્યુત્તર આપી શક્યા ન હતા. હોસ્પિટલમાં ગ્લુકોઝ બોટલ અને એન્ટિબાયોટિકના કાર્ટુનો છેલ્લા ત્રણ મહિનાથી ધૂળ ખાઈને પડેલા છે.

જ્યારે વધુમાં તાત્કાલિક વોર્ડની મુલાકાત રંજનબેન ભટ્ટે લેતા ત્યાં પણ આમ તેમ દવાનો જથ્થો પડેલો જોઇ અકળાઈ ઉઠ્યા હતા અને ફરજ ઉપરના ડોક્ટર કલ્પનાબેન શાહની ઉપર કાયદેસરના પગલાં ભરવા તંત્રને સૂચના આપી બદલી કરવા જણાવાયું હતું. મંત્રી યોગેશ પટેલ હાજર જિલ્લા વિકાસ અધિકારીને બદલી નહીં તેને સસ્પેન્ડ કરો તેવું જણાવ્યું હતું. સાવલી ડેસરના ધારાસભ્ય કેતન ઇનામદારે તંત્રને જણાવ્યું હતું કે છેલ્લા 8 દિવસમાં સીએચસીની કામગીરી ઉચ્ચકક્ષાની થઈ જવી જોઈએ તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...