દુર્ઘટના:પાંડુ રેલવે સ્ટેશનના વળાંક પાસે બોલેરો-બાઇક વચ્ચે અકસ્માત

ડેસર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જીપે અડફેટે લેતાં બાઈકના કુરચા ઉડી જતાં અમદાવાદના આધેડ બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું. - Divya Bhaskar
જીપે અડફેટે લેતાં બાઈકના કુરચા ઉડી જતાં અમદાવાદના આધેડ બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું.
  • અમદાવાથી હાલોલ દીકરીના ઘરે જતા પિતાનું મોત
  • માથામાં ગંભીર ઈજા થતાં SSGમાં ખસેડાયા હતા

ડેસર તાલુકાના પાંડુ ગામ નજીકના રેલવે સ્ટેશન પાસેના વળાંકમાં તા 6 જુલાઈ સાંજે 4-30 વાગ્યાના અરસામાં પાંડુ ગામ તરફથી આવતી બોલેરો જીપ નં GJ 01 RC 5923ના ચાલકે સામેથી આવતી બાઈક નં GJ 1 EQ 4887ના ચાલક સુરેન્દ્રસિંહ મહિડા ઉ વર્ષ 51 રહે વેજલપુર અમદાવાદ મુડ રહે પંચમહાલ કાકણપુર, વેજલપુરથી પોતાની દીકરીને મળવા માટે હાલોલ જવા નીકળ્યા હતા. તેઓને બોલેરો ચાલકે અડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને બાઈકના કુરચે કુરચા ઉડી ગયા હતા.

અકસ્માત થતા રાહદારીઓ અને વાહન ચાલકો થંભી ગયા હતા. અકસ્માતની વધુ જાણ થતા વેંત પાંડુ મેવાસ અને રાજુપુરાના ગ્રામજનો મોટી સંખ્યામાં અકસ્માત સ્થળે દોડી આવી બચાવ કામગીરીમાં જોતરાયા હતા. 108 એમ્બ્યુલન્સ દ્વારા સુરેન્દ્રસિંહને ડેસર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયા હતા. માથામાં ગંભીર ઈજા થવાના કારણે વધુ સારવાર અર્થે વડોદરા એસએસજીમાં ખસેડાયા હતા.

કાકણપુરના વીરભદ્રસિંહે અકસ્માતની જાણ તેઓના પત્ની શકુંતલાબેનને કરતા અમદાવાદ ખાતેથી પરિવારજનો વડોદરા એસએસજી ખાતે દોડી આવ્યા હતા. આઈ સી યુમાં સારવાર લઈ રહેલા સુરેન્દ્રસિંહને રાત્રે 9 વાગે ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. તેઓના દીકરા કુણાલ મહિડાએ ડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...