તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજય:ડેસર તાલુકાની 2 જિલ્લા પંચાયત અને 8 તાલુકા પંચાયતો પર ભાજપનો કબજો

ડેસર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોની જીત થતા ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો - Divya Bhaskar
ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોની જીત થતા ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો
  • તાલુકા પંચાયતની 16 બેઠકોમાંથી ભાજપ 8, કોંગ્રેસ 7 અને 1 અપક્ષે જીતી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ આવતા કાર્યકરો ટેકેદારો સહિત સંગઠનના હોદ્દેદારો ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. ડેસર તાલુકાની જિલ્લા પંચાયતની 2 બેઠકો સિહોરા અને ડેસર ઉપર ભાજપે કબ્જો કર્યો હતો. જ્યારે તાલુકા પંચાયતની 16 બેઠકોમાંથી ભાજપ 8, કોંગ્રેસ 7 અને 1 અપક્ષે મેદાન માર્યું હતું.

સવારે 9 વાગે ડેસર તાલુકા સેવાસદન ખાતે મતગણતરી શરૂ કરાઈ હતી. તેમાં પ્રથમ રાઉન્ડમાં ડેસર જિલ્લા પંચાયત અને તેની 8 તાલુકા પંચાયતની મત ગણતરીની શરૂઆત કરાઈ હતી. તેમાં બપોરે 11-30 વાગ્યા સુધીમાં પરિણામ જાહેર થયા હતા. તેમાં ડેસર જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર મનિષાબેન દલપતભાઈ પરમારને 10814 મત મળ્યા હતા. તેઓના હરિફ ઉમેદવાર કોંગ્રેસના અલ્પાબેન પરમાર કરતા વધુ 1033 મતે વિજયી થયા હતા.

જ્યારે સિહોરા જિલ્લા પંચાયતની બેઠકના ભાજપના ઉમેદવાર કોકીલાબેન રણજીતસિંહ પરમારને 6770 મત મળ્યા હતા. તેઓ તેમના હરીફ કોંગ્રેસના કેસરબેન પરમારથી 1089ની લીડથી જીત્યા હતા. આમ જિલ્લા પંચાયતની બંને બેઠકો પર ભાજપે કબ્જો કરતાં હજારો કાર્યકરો ડેસર તાલુકા સેવા સદનની બહાર દારૂખાનું ફોળી ડીજેના તાલે ઝૂમ્યા હતા અને વાજતે ગાજતે ઉમેદવારોની રેલીઓ નીકળી હતી. જ્યારે તાલુકા પંચાયતની બેઠકમાં કોંગ્રેસના 7 ઉમેદવાર વિજય થતા તેઓએ તેઓના ગામોમાં વિજય સરઘસ કાઢ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...