તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડેસર તાલુકાની ચૂંટણી:બંનેવ પક્ષોમાં આયારામ ગયારામની નીતિ શરૂ થઈ

ડેસર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડેસર તાલુકામાં કોંગ્રેસ-ભાજપ પક્ષે ચૂંટણી પ્રચાર માટે વેગ પકડ્યો

રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કબજે કરવા માટે બન્નેવ રાજકીય પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવાઇ રહ્યું છે. મતદારોને અનેક લોભામણી જાહેરાતો કરી પોતાના તરફ આકર્ષણમાં લવાઈ રહ્યા છે. તેમાં આ વખતે ત્રીજા મોરચા તરીકે આમ આદમી પાર્ટી પણ ડેસર તાલુકામાં મેદાને છે. ત્યારે તેઓ દ્વારા પણ ઉમેદવારોને જીતાડવા માટે પ્રચાર પ્રસાર શરૂ કરાયું છે.

જિલ્લા પંચાયતની 2 બેઠકો પર બંને પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોને જંગી બહુમતી સાથે જીત મળે તે આશયથી રાત-દિવસ એક કરી કાર્યકરો અને ટેકેદારો પ્રચાર કરી રહ્યા છે. ડેસર જિલ્લા પંચાયતની બેઠક પર ત્રણ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે શિહોરા જિલ્લા પંચાયતની બેઠક ઉપર 5 ઉમેદવારોએ કમર કસી છે. તે પૈકી બે અપક્ષ ઉમેદવારો મેદાને છે. પોતાના તરફી મતદાન કરાવવા માટે કેટલાક ઉમેદવારોએ લાગતા-વળગતા, સગા વ્હાલા અને મિત્ર મંડળને પ્રચારમા જોડ્યા છે. કોઈ પણ ભોગે માત્ર ચૂંટણી જીતવી છે.

સિહોરા બેઠકના મતદારોને હાલના દિવસોમાં ઘી-કેળા થવા પામ્યા છે. તેવી ચર્ચાએ ઠેરઠેર જોર પકડ્યું છે જ્યારે ડેસર તાલુકાના વરસડા બેઠક ઉપર ચૂંટણી પ્રચારે જોર પકડ્યું છે. તાલુકાના અગ્રણી એપીએમસીના અધ્યક્ષ રાજેશ પટેલના ધર્મપત્ની સંગીતા પટેલ વરસડા તાલુકા પંચાયત બેઠકના ભાજપ ઉમેદવાર છે. તેમને જીતાડવા માટે કાર્યકરોએ રીતસરના ધમપછાડા શરૂ કર્યા છે.

તેમાં કોંગ્રેસના અગ્રણી ગણપત માછી ઉર્ફે ટીકાભાઈ મંત્રીને કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતા તેઓના 50 કાર્યકરો સાથે સોમવાર તારીખ 22 ફેબ્રુઆરીના રોજ ભાજપમાં જોડાયા હતા. અને ભાજપને જીતાડવા માટે પ્રચારમાં લાગી ગયા હતા. જ્યારે વેજપુરના અગ્રણી ઝલકભાઈ પટેલ પોતાના 50 કાર્યકરોને લઇ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો