કરુણાંતિકા:આણંદથી અંબાજી પદયાત્રામાં જતા ડેસરના દંપતીને અકસ્માત, પત્નીનું મોત

ડેસર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બડોદરા પાટિયા નજીક કારે અડફેટે લીધા હતા
  • દંપતી છેલ્લા​​​​​​​ ચાર ​​​​​​​વર્ષથી અંબાજી પગપાળા જતા હતા

ડેસર પુનીત ચોક વિસ્તારમાં રહેતા વિનોદભાઈ છગનભાઈ દરજી અને તેમના ધર્મપત્ની આણંદ ખાતે રહેતા પુત્રને ત્યાં ગયા હતા. ત્યાંથી કેટલાક ભાવિક ભક્તોનો સંઘ પગપાળા અંબાજી જવા નીકળ્યો હતો. રવિવારે વહેલી સવારે સંઘ અમદાવાદ કનીજથી સવારે ત્રણ વાગે વાંચ ગામની સીમ પાસે બડોદરા પાટીયા પહોંચ્યો હતો. રાત્રિ રોકાણ બાદ વહેલી સવારે પતિ પત્નીએ આગળ પ્રયાણ કર્યું હતું. તેઓ માર્ગ ઓળંગી સામે તરફ જતા હતા.

ત્યારે મહેમદાવાદ તરફથી આવતી કારે બંનેને અડફેટે લીધા હતા. જેમાં વિનોદભાઇને પગે ઇજા થઇ હતી. જ્યારે તેમના પત્ની રંજનબેન પર કારના પાછલા વ્હીલ ફરી વળતાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. પોલીસે મૃતદેહનુ પી એમ કરી પરિવારજનોને સોંપતાં આંણદ ખાતે રહેતા દીકરાને ત્યાં અંતિમ વિધિ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...