તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તૈયારી:ડેસર તાલુકાની તમામ શાળાઓમાં સેનિટાઈઝ કરી સાફ સફાઈ કરાઈ

ડેસર9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેસર તાલુકાની તમામ શાળાઓમાં સેનિટાઈઝ કરી સાફ સફાઈ કરાઈ
  • 10 માસ બાદ શાળામાં શિક્ષણ શરૂ થતા શિક્ષકો-વિદ્યાર્થીઓમાં થનગનાટ

15 ઓક્ટોબર 2020 પછી શાળાઓ ફરીથી ખોલવામાં આવે એવું સૂચન કરાયું હતું. પરંતુ કોરોના સંક્રમણની પરિસ્થિતિને કારણે આ અંગેનો નિર્ણય સરકાર દ્વારા સ્થગિત કરવામાં આવ્યો હતો. જે 6 જાન્યુઆરી 2021ના રોજ રાજ્યના મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં ધોરણ 10 અને 12ના વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય પુનઃ શરૂ કરવાની બાબતે ચર્ચા થઈ હતી. જેથી તા 11 જાન્યુઆરી સોમવારથી શાળાઓમાં શિક્ષણ પુન: શરૂ કરવા નિર્ણય લેવાયો હતો.

તેના ભાગરૂપે તમામ સરકારી ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ધોરણ 10, 12ના વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી લેખિત સંમતિ પત્ર મંગાવવામાં આવ્યું હતું. તેમાં વિદ્યાર્થીઓએ માસ્ક ધારણ કરવું, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જેવી બાબતોનું સમાવેશ થાય છે.ડેસર તાલુકાની વેજપુર, વરસડા, રાજુપુરા, સાંઢાસાલ, નવાસિહોરા, જૂના સીહોરા, અને ડેસરની હાઈસ્કૂલોની સાફ સફાઈ સંસ્થા દ્વારા કરવામાં આવી હતી. શિક્ષકો ઉપરાંત વિદ્યાર્થીઓમાં પણ શાળા શરૂ થતી હોય પ્રત્યક્ષ શિક્ષણ મેળવવા માટે રીતસરનો થનગનાટ જોવા મળ્યો હતો.

પરંતુ હવેથી શિક્ષણને મેળવવાની પદ્ધતિ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ધારણ કરી મેળવવાની રહેશે. તમામ શાળાઓમાં શનિવાર, રવિવારના દિવસે સાફ સફાઈ કરાવીને સેનેટાઈઝર કરાઈ હતી. તેમાં ડેસરની એમ. કે. શાહ હાઇસ્કુલમાં તમામ વર્ગખંડો, ઓફિસ સ્ટાફ રૂમ, દીવાલો અને શાળાની લોંબી સાફ-સફાઈ કરીને સેનેટાઈઝર કરવામાં આવી હતી. ડેસર હાઇસ્કુલના પ્રિન્સિપાલ શૈલેષ માછીએ જણાવ્યું હતું કે અમે સૌ વિદ્યાર્થીઓના સ્વાગત માટે તૈયાર છીએ. દરેક વાલીઓ પોતાના સંતાનોને વિના સંકોચે શાળાએ મોકલી શકે છે. અમે સરકારી ગાઇડલાઇન મુજબ અભ્યાસ કરાવીશું.

અન્ય સમાચારો પણ છે...