કરુણાંતિકા:ડમ્પરના પૈડાં ફરી વળતાં બાઇક ચાલક યુવાનનું ઘટના સ્થળે જ મોત

ડેસર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડેસર તાલુકાના ઘેલાપુરી માર્ગ ઉપર પાંડુના યુવાનને અકસ્માત

ડેસર તાલુકાના પાંડુ નજીક ઘેલાપુરી માર્ગ પર માતેલા સાંઢની જેમ ફરતા ડમ્પરે બાઈક ચાલક યુવાનને અડફેટે લીધો હતો. ડમ્પરના તોતિંગ પૈંડા ફરી વળતાં યુવાનનું ઘટના સ્થળ જ મોત નિપજ્યું હતું. પાંડુ મેવાસમાં રહેતા મુસ્તાક જહીર ખાન પઠાણ શુક્રવારે બપોરે સવા ત્રણ વાગ્યાના અરસામાં બાઈક લઈને કડિયા કામ રાખવા માટે પોતાની સાસરી બાસકા તરફ જવા નીકળ્યા હતા. તે દરમિયાન પાંડુથી ઘેલાપુરીના માર્ગ પર ડોઢીયા તળાવ પાસેના વળાંકેથી પસાર થઈ રહ્યા હતા.

ત્યારે પાછળ માતેલા સાંઢની જેમ આવતા ડમ્પરે બેફિકરાઈથી હંકારી આવીને તેને અડફેટમાં લેતાં ડમ્પરના તોતિંગ પૈડાં યુવાનના માથા પર અને પગ પર ફરી વળતાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ડમ્પરનો ચાલક અકસ્માત કરી પોતાનું વાહન લઈને ભાગી છુટયો હતો.

આ ઘટનાની જાણ પાંડુ ગામે થતાં પરિવારજનો અને ગ્રામજનો ઘટના સ્થળે મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. અકસ્માતની જાણ પાંડુ આઉટ પોસ્ટ પોલીસને કરાતાં મોતને ભેટનાર મુસ્તાકખાનના મૃતદેહને પીએમ અર્થે ડેસર સરકારી દવાખાને મોકલ્યો હતો. ડમ્પર ચાલક સામે ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...