ભાસ્કર વિશેષ:મેસરી નદીમાં જંગલી વેલ તણાઇ આવતાં ભારે દુર્ગંધ ફેલાઈ

ડેસરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વકતાપુરા મેસરી નદીના બ્રિજ પાસે વરસાદી નિરમાં જંગલી વેલ તણાઇ આવી હતી. - Divya Bhaskar
વકતાપુરા મેસરી નદીના બ્રિજ પાસે વરસાદી નિરમાં જંગલી વેલ તણાઇ આવી હતી.
  • ડેસર તાલુકાના વકતાપુરા-દોલતપુરા વચ્ચેના બ્રિજ પાસે વેલ અટકી ગઈ
  • દુર્ગંધના કારણે ગ્રામજનો ત્રાહિમામ્

ડેસર તાલુકાના વકતાપુરા દોલતપુરાને જોડતા મેસરી નદીના બ્રિજ પાસે પુષ્કળ પ્રમાણમાં જંગલી વેલ તણાઈ આવી હતી. છેલ્લા અઠવાડિયાથી ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો હોવાથી મેસરીમા પાણી આવતા જંગલી વેલ તણાઇ આવીને વકતાપુરા બ્રિજ પાસે અટકી ગઈ હતી. બ્રિજ પાસે વેલ અટકી જતાં અસહ્ય દુર્ગંધ મારી રહી છે.

દુર્ગંધના કારણે દોલતપુરા-વકતાપુરા ગ્રામજનો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે. તદુપરાંત પશુપાલકોને પોતાના પશુઓ જંગલી વેલમાં ફસાઈ જવાની દહેશત વ્યાપી છે. જંગલી વેલ એટલી હદે ગાઢ છવાઇ છે કે મેસરી નદી ઢંકાઈ ગઈ છે. પાણીના વહેણ પણ જોઈ શકાતા નથી. વહેલી તકે સાફ-સફાઈ કરાવાય તેવી લોક માંગણી છે. વકતાપુરા સરપંચ નરેન્દ્રસિંહ રાઉલજીએ માર્ગ અને મકાન વિભાગમાં સફાઈ કરવા અંગે રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...