તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:ડેસરમાં સંખ્યામાં ઉમેદવારો ફોર્મ ભરવા ટેકેદારો સહિત કાર્યકરો સાથે ઉમટી પડ્યા

ડેસર18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સિહોરા અને ડેસર જિ.પં.માં આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પણ ઝંપલાવ્યું

જિલ્લા પંચાયતની બે બેઠક અને તાલુકા પંચાયતની 16 બેઠક ઉપર સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઇ રહી છે. તેના ભાગરૂપે તારીખ 8 ફેબ્રુઆરીથી 13 ફેબ્રુઆરી દરમિયાન ઉમેદવારી પત્ર ભરવાની તારીખ હોવાથી રોજ-બરોજ ઉમેદવારી ફોર્મ ભરાઈ રહ્યા છે. ત્યારે શુક્રવારે તારીખ 12 ફેબ્રુઆરીના રોજ ભાજપ અને કોંગ્રેસ પક્ષના જિલ્લા તાલુકા પંચાયતના ઉમેદવારો પોતાનું ઉમેદવારીપત્ર ભરવા માટે ટેકેદારો અને પક્ષના કાર્યકરો સાથે મોટી સંખ્યામાં ડેસર તાલુકા સેવાસદન ખાતે ઉમટી પડ્યા હતા.

સ્થાનિક ભાજપ દ્વારા ડેસર તાલુકામાંથી ઉમટી પડેલા કાર્યકરો માટે સુરુચિ ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી. ડેસર જિલ્લા પંચાયત બેઠક ઉપર ભાજપમાંથી ડેસર સરપંચ દલપતસિંહ પરમારના ધર્મપત્ની મનિષાબેન પરમારે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે જિલ્લા પંચાયતની સિહોરા બેઠક ઉપર કોકીલાબેન રણજીતસિંહ પરમારે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. સામે કોંગ્રેસમાંથી ડેસર જિલ્લા પંચાયત બેઠક ઉપર સંગીતાબેન દલપતસિંહ પરમાર દ્વારા પોતાનું ફોર્મ ભર્યું હતું.

બંને જિલ્લા પંચાયતની બેઠકના ડેસર તાલુકા પંચાયતની 16 બેઠકો માટે સામ સામે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે આ વખતે ત્રીજા મોરચાએ પણ પોતાની બાંયો ચઢાવી છે. તેમાં સિહોરા અને ડેસર જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પણ ઝંપલાવ્યું છે અને તાલુકા પંચાયતની પાંચ બેઠકો પર પણ તેઓએ ઉમેદવારી નોંધાવી છે.

બે દિવસમાં જિલ્લા પંચાયતના 9 અને તાલુકા પંચાયતના 62 ફોર્મ ભરાયા
શુક્રવારે તારીખ 12 ફેબ્રુઆરીએ ડેસર તાલુકા સેવાસદન ખાતે જિલ્લા પંચાયતની બે બેઠક માટે 7 ઉમેદવારીપત્રો ભરાયા હતા. જ્યારે તાલુકા પંચાયતની 16 બેઠક માટે કુલ 46 ઉમેદવારીપત્રો ભરાયા હતા. જ્યારે 11 ફેબ્રુઆરીએ 2 જિલ્લા પંચાયત અને 16 તાલુકા પંચાયતના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. આમ જિલ્લા પંચાયતના કુલ 9 ઉમેદવારોના ફોર્મ ભરાયા હતા. જ્યારે તાલુકા પંચાયતની બેઠકો માટે કુલ 62 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો