આપઘાત:ડેસરના જુના કેસરાના મુવાડામાં 3 દીકરીઓની માતાએ ગળે ફાંસો ખાંધો

ડેસર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
કરિશ્માબેન પરમાર - મૃતક - Divya Bhaskar
કરિશ્માબેન પરમાર - મૃતક
  • પોલીસે મૃતદેહને ડેસર CHCમાં પીએમ કરવા ખસેડ્યો

ડેસર તાલુકાના જુના કેસરાના મુવાડા ખાતે ગતરોજ 11 મે સાંજે 4 વાગ્યાના અરસામાં પોતાના ઘરમાં સાડી વડે લાકડાના જોતરા ઉપર પરિણીતાએ ગળેફાંસો ખાઇ લીધો હતો. જુના કેસરાના મુવાડાના કૂવાવાળા ફળિયામાં રહેતા દલપતભાઈ સોમાભાઈ પરમાર ઉ વર્ષ 35 સ.ને 2016માં સાવલીના જુના સમલાયા ખાતે રહેતી કરિશ્માબેન પરમાર સાથે ઘરેથી ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા.

તેઓને ત્રણ દીકરીઓ છે. તેમાં અલ્પા ઉ વર્ષ 5, જ્યારે બીજી બે જુડવા છે. તેમાં અર્ચના અને અંકિતા ઉ વર્ષ 2, આમ 5 જણનું કુટુંબ છે. દલપતભાઈ પરમાર હાલોલ ખાતે સફારી ચોકડી ઉપર છૂટક મજૂરી કરવા માટે રોજની જેમ ગયો હતો. પરત ફરતી વેળાએ 6:30 વાગે ખંડોલી ગામે પહોંચ્યો હતો. ત્યારે કાકાનો દીકરો સુનીલ પરમાર અને ભત્રીજો મહેશ પરમાર સામે મળ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે તમારી પત્ની કરિશ્મા બેન ઉર્ફે જાનુબેને ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે.

કરિશ્માના પતિ દલપતભાઈ પરમારના જણાવ્યા પ્રમાણે મારી પત્ની કરિશ્માને અમારા ઘરની સામે રહેતા રોહિતભાઈ નાનાભાઈ પરમાર અને તેના પત્ની ચંપાબેન રોહિતભાઈ પરમાર સાથે ઝઘડો થયો હતો. અગાઉ પણ વારંવાર રોહિત પરમાર મારી પત્નીને બીભત્સ ઇશારા કરતો હતો. ડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કરિશ્માના મૃતદેહને ડેસર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ કરાવી તપાસ હાથ ધરી હતી.

હવનમાં હાડકા નાખવા વાળાને ડેસર પોલીસ તપાસ કરી પાઠ ભણાવે તેવી મારી માગ
મારે ત્રણ દીકરીઓ નાની છે. હવે તેની સાર સંભાળ કોણ કરશે? હું હાલોલ ખાતે મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવતો હતો. હવે મારી નાની દીકરીઓના ઉછેર માટે મારે ઘરે રહેવું પડશે. મારી ત્રણ નાની દીકરીઓનો સામેવાળાને ત્રાસ લાગશે. તેવું જણાવી કરિશ્માનો પતિ દલપત પરમાર ચોધાર આંસુએ રડી પડ્યો હતો. નાનું ગરીબ કુટુંબ સુખ ચેનથી રહેતું હતું. ત્યારે હવનમાં હાડકા નાખવા વાળાને ડેસર પોલીસ તપાસ કરી પદાર્થ પાઠ ભણાવે તેવી મારી માંગણી છે. - દલપત પરમાર, જુના કેસરાના મુવાળા, તા. ડેસર

અન્ય સમાચારો પણ છે...