બેઠક:ઉદલપુર પાસે મધ્ય ગુજરાત કવોરી ઓર્નસ એસોસિએશનની બેઠક મળી

ડેસર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવાળી સુધી બંધ રાખીશું પણ સરકાર સામે ઝુકવાના નથી : હિતેન્દ્ર ઉપાધ્યાય

ડેસર તાલુકાના ઉદલપુર પાસેથી પસાર થતા ગોધરા અમદાવાદ હાઇવે ઉપરની એક હોટલમાં મધ્યગુજરાત કવોરી ઓનર્સ એસોસિએશનની એક બેઠક તારીખ 10 મેના રોજ યોજવામાં આવી હતી. તેમાં ખેડા, પંચમહાલ, વડોદરા, આણંદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, મહીસાગર, ઓથવાડ, દનાદરા, હાલોલ સહિતના કવોરી સંચાલકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

છેલ્લા 10 દિવસથી ગુજરાત રાજ્યની 3 હજાર કવોરીઓ પોતાના 17 પ્રશ્નોના નિરાકરણ અંગે રાજ્ય સરકાર પાસેની માગને લઇ હડતાલ ઉપર છે. મંગળવારે યોજાયેલી બેઠકમાં ગુજરાત બ્લેક સ્ટોન એસો.ના પ્રમુખ હિતેન્દ્ર ઉપાધ્યાય, ઉપપ્રમુખ કમલભાઈ પટેલ, ખજાનચી વિજયભાઈ પટેલ, મહામંત્રી ભીખુભાઈ ગધેસરીયા, તાપી જિલ્લા પ્રમુખ રમેશભાઇ ફળદુ, મહામંત્રી અમિતભાઈ સુથાર, વડોદરા જિલ્લા ખજાનચી સુરેશ પટેલ સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા.

ગુજરાત બ્લેક સ્ટોન એસોસિએશનના પ્રમુખે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે નવસારી વલસાડ સુરત ખાતે બેઠકો યોજાઈ ગયા બાદ મંગળવાર તા 10 મેના રોજ મધ્ય ગુજરાતની બેઠક માટે આવ્યો છું. કવોરી ઉદ્યોગમાં લાખો કામદારો કામ કરે છે. તે આજે હળતાલના કારણે બેકાર છે. 50થી 75 હજાર ટ્રકો થંભી ગયા છે. લાખો ડ્રાઇવરો બેકાર બન્યા છે.

કવોરી ઉદ્યોગ સાથે સંકળાયેલા કેટલાક ધંધા-રોજગાર જેવા કે હોટલો, ગેરેજો,બંધ થયા છે. આ ઉદ્યોગના કારણે દક્ષિણ ગુજરાતમાં બુલેટ ટ્રેન, એક્સપ્રેસ હાઈવે, મેટ્રો ટ્રેન, દીલીપ બિલકોનનું બહુ મોટું 4,500 કરોડનું કામ છે. તે પણ બંધ થયું છે. તેને ચાલુ કરવા માટે સરકાર ખૂબ દબાણ કરી રહી છે. એક તગારૂ પણ ક્યાંય કપચી મળતી નથી. તેમ છતાં સરકારના પેટનું પાણી પણ હલતું નથી.

સરકારને અમારી માંગણી પર ગંભીરતા નથી. આ હડતાલતો તૂટી જવાની છે. તેવું સમજે છે. પરંતુ આ વખતે તો દિવાળી સુધી બંધ રાખીશું. ધંધો બદલી નાખીશું પણ કોઈ સંજોગોની અંદર અમે આ વખતે સરકાર સામે ઝુકવાના નથી અને હવે પછી જલદ પ્રોગ્રામો આપવાના છે.

તેની રણનીતિ આગળ જાહેર કરીશું. અમારા મુખ્ય 7 પ્રશ્નો છે, તેમા ખાડા માપણી, ક્વોરી ઝોન, ઇસી માઇનિંગ, ખનીજ કિંમત જે 350 છે. તેના 50 કરવાનો મુદ્દો, લીઝ આપવાનો મુદ્દો, આરટીઓ અને ખાણ ખનીજ સાથેનું જોડાણ છૂટું કરવાનું મુદ્દો, ડસ્ટ ઉપયોગમાં લેવાનો મુદ્દો જેવા ઉત્તમ કુલ 17 મુદ્દાઓનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...