તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:સિહોરા અને અજબપુરાને જોડતા મેસરી નદીના બ્રિજ ઉપર મસમોટું ગાબડું પડ્યું

ડેસર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
નવાસિહોરા અજબપુરાને જોડતા મીસરી નદી ઉપરનાં બ્રિજનાં જોઈન્ટમાંથી ગાબડું પડતા સ્થાનિકો અને વાહનચાલકોમાં દહેશત વ્યાપી છે. - Divya Bhaskar
નવાસિહોરા અજબપુરાને જોડતા મીસરી નદી ઉપરનાં બ્રિજનાં જોઈન્ટમાંથી ગાબડું પડતા સ્થાનિકો અને વાહનચાલકોમાં દહેશત વ્યાપી છે.
  • 24 કલાક હજારો ભારદારી વાહનો પસાર થાય છે
  • માર્ગ - મકાન વિભાગના કર્મચારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે

ડેસર તાલુકાના નવા સિહોરા નજીકથી પસાર થતી મેસરી નદી ઉપરના નવાસિહોરા-અજબપુરાને જોડતા બ્રિજ ઉપર મસમોટું ગાબડું પડ્યું છે. 24 કલાક દરમિયાન ભારદારી વાહનોથી ધમધમતા બ્રિજ ઉપર ગાબડુ પડતા મોટો અકસ્માત થવાની દહેશત વ્યાપી છે. બ્રિજની અવધિ પણ પૂરી થવા આવી છે. ખખડધજ બ્રિજ ઉપરથી 24 કલાક દરમિયાન હજારો ભારદારી વાહનો પસાર થાય છે. ત્યારે નજીકથી પસાર થતાં નાના વાહનોના ચાલકો રીતસરના ધ્રૂજી જાય છે. બ્રિજની પાસે જ રાજ્ય સરકાર દ્વારા મંજૂર થયેલ નવીન બ્રિજ બનાવવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરાઇ છે.

પરંતુ દિવસ દરમિયાન હજારો વાહનોની અવરજવર વાળા જૂના બ્રિજની મરામત કરાવવુ ખુબજ જરૂરી છે. જો વહેલી તકે મરામત નહીં કરાય તો ટૂંક જ સમયમાં મોટો અકસ્માત સર્જશે તેમાં કોઈ નવાઈ પામવા જેવું નહીં હોય. બ્રિજના જોઈન્ટમાંથી ગાબડું પડ્યું હોવાથી તે ખૂબ જ જોખમકારક સાબિત થશે. કારણ કે અગાઉ આ બ્રિજ ઉપરથી ભારદારી વાહનો નદીમાં ખાબકવાના બનાવો બન્યા હતા અને જાનહાનિ પણ થયેલી છે તેવું વાહનચાલકો અને સ્થાનિક ગ્રામજનો જણાવી રહ્યા છે. જ્યારે સાવલી તરફથી આવતા વાહનચાલકો નદીના બ્રિજ ઉપરથી સામે છેડે સિહોરા બાજુ ચઢે છે.

ત્યાં ઢોળાવ પર માર્ગની સાઇડમાં માટીનું ધોવાણ થતાં મોટો ખાડો પડ્યો છે. જો કોઈ અજાણ્યું વાહન રાત્રે નજીવી ભૂલ કરે તો તેનું વાહન કોત્તરમાં પલટી મારી જાય તેવી દહેશત સિહોરાના સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. ઉપરોક્ત બાબતે માર્ગ અને મકાન વિભાગના કર્મચારીઓને ટેલિફોનિક જાણકારી આપી હોવા છતાં તેઓ આંખ આડા કાન કરી રહ્યા છે. ચોમાસાનો સમયગાળો ચાલી રહ્યો હોવાથી તંત્રએ યુદ્ધના ધોરણે ચઢાવ ઉપરની માર્ગની સાઇડોનું પુરાણ કરાવવું જોઈએ. જો નહીં પુરાય તો જાનહાનિ સાથેનો મોટો અકસ્માત સર્જાશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી તેવું વાહન ચાલકો અને સ્થાનિકો રોષપૂર્વક જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...