ભાસ્કર વિશેષ:ડેસરના 25 શિવ ભક્તોએ સોમવારે કાવડયાત્રા કાઢી

ડેસર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહીસાગરનું જળ કાવડમાં ભરી 10 કિમી ચાલી સિદ્ધનાથ મહાદેવને જલાભિષેક કરાયો

ગળતેશ્વર પાસેથી પસાર થતી મહીસાગરનું પવિત્ર જળ કાવડયાત્રા સ્વરૂપે 10 કિલોમીટર પગપાળા ચાલીને શિવ ભક્તો દ્વારા ડેસર ખાતેના સિદ્ધનાથ મહાદેવને જણાભિષેક કરાયો, હર્ષ ઉલ્લાસ સાથે શિવભક્તોએ બમ બમ ભોલેના નાદ સાથે ભાગ લીધો હતો.

ડેસર સાવલી તાલુકામાં પ્રથમ વખત કાવડયાત્રાનો પ્રારંભ કરાયો હતો. અતિ હર્ષોલ્લાસ સાથે વહેલી સવારે ડેસરથી ગળતેશ્વર શિવાલય ખાતે દર્શન કરી નજીકમાંથી પસાર થતી મહીસાગરનું પવિત્ર જળ કાવડોમાં ભરીને 25 ઉપરાંત ડેસરના શિવ ભક્તોએ પ્રથમ વખત ચિલો ચિતરયો હતો. વિમલભાઈ ત્રિવેદી, ચંદ્રકાંત પારેખ, દીપેશ બારોટ, ધર્મેશ પટેલ, સહિત 25 જેટલા શિવભક્તોએ 10 કિમીનું અંતર કાપી પગપાળા ચાલીને ડેસરના સિદ્ધનાથ મહાદેવને જળાભિષેક કરી ખાસ રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. ત્રણ કલાક જેટલો સમય આકરી તપસ્યા કરી દરેક શિવ ભક્તે કાવડ ઊંચકીને તડકામાં ચાલ્યા હતા. કાવળયાત્રા દરમિયાન ગળતેશ્વરથી ડેસર સુધી ડેસર પોલીસે ખાસ પોલીસ બંદોબસ્ત આપ્યો હતો.

યાત્રામાં ભાગ લેનારાઓને કાવડિયા કહેવાય છે
શિવનગરી હરિદ્વાર અને ગંગોત્રી ધામમાં સેંકડો શિવ ભક્તો આવે છે અને અહીંથી ગંગાનું પાણી કાવડમાં ભરીને ખભા પર ઊંચકીને લઇ જાય છે અને તેનાથી શિવજીનો અભિષેક કરે છે. યાત્રામાં ભાગ લેનારા કાવડિયા અથવા કાવરિયા કહેવાય છે. આ અંગે અનેક કથાઓ સંકળાયેલી છે. જેમાંથી એક છે.. જ્યારે દેવ-દાનવોએ સમુદ્રમંથન કર્યું ત્યારે તેમાંથી વિષ પણ નીકળ્યું હતું. બ્રહ્માંડની રક્ષા માટે શિવજીઅે તે વિષ પી લીધું હતું. વિષની વિપરિત અસર તેમના શરીર પર પડી ત્યારે તેમના ભક્ત રાવણે કાવડમાં ગંગાજળ લાવી અભિષેક કર્યો હતો. ત્યારથી શિવજીની ઉપાસના માટે કાવડ યાત્રા યોજાય છે.

અન્ય સમાચારો પણ છે...