તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:ડેસરમાં જિલ્લા પંચાયતના 2 અને તાલુકા પંચાયતના 16 ફોર્મ ભરાયા

ડેસર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકામાં ગુરુવારે મોડી સાંજે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા
  • કોકીલાબેન પરમારને ટીકીટ મળતા ભાજપના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો

ડેસર તાલુકાની જિલ્લા પંચાયતની 2 અને તાલુકા પંચાયતની 16 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરાતા કહી ખુશી કહી ગમનો માહોલ સર્જાયો હતો.ગુરુવાર તા.11 ફેબ્રુઆરીના રોજ ડેસર તાલુકા સેવા સદને જિલ્લા પંચાયતના 2 અને તાલુકા પંચાયતના 16 ફોર્મ ભરાયા હતા દિવસ દરમિયાન તાલુકા સેવા સદને ફોર્મ ભરવા માટે ઉમેદવારો અને ટેકેદારો સહિત કાર્યકરોનું જમેલો જામેલો જોવા મળ્યો હતો. જ્યારે મોડી સાંજે ભાજપ પક્ષ દ્વારા ઉમેદવારોના નામનું લિસ્ટ જાહેર થતાં તા. 12 ફેબ્રુઆરીના રોજ 11 વાગ્યે ડેસર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ભાજપમાંથી જાહેર થયેલા ઉમેદવારો પોતાના ટેકેદારો અને કાર્યકરો સહીત પોતાની ઉમેદવારી નોંધાવવા માટે ડેસર તાલુકા સેવા સદને વાજતે ગાજતે ફોર્મ ભરવા માટે જવાના હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા.

જ્યારે શિહોરા જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોકીલાબેન રણજીતસિંહ પરમારને ભાજપ મોવડી મંડળ દ્વારા નિર્ણય લઇ ટિકિટ અપાતાં દિવસ દરમિયાન ડેસર ભાજપના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. પરંતુ ડેસર સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારની સમજાવટ બાદ મોડી સાંજે ઘીના ઠામમાં ધી ઢળ્યું હતું. જ્યારે તાલુકા પંચાયતમા કેટલાક ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોને ટિકિટ ન મળતા કચવાટની લાગણી અનુભવી રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો