તસ્કરી:સાંઢાસાલમાં તબીબના મકાનનાં તાળા તોડી 1.85 લાખની ચોરી

ડેસરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ડેસર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોરો વિરુદ્ધ ગુનો નોંધાયો
  • તસ્કરોએ ઘરના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશી તિજોરીને નિશાન બનાવી

ડેસર તાલુકાના સાઢાસાલમાં 15 દિવસ પહેલા અજાણ્યા ચોરો દ્વારા રૂપિયા દોઢ લાખથી વધુની માતાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. તેની ફરિયાદ ડેસર પોલીસ મથકે આજે નોંધાઈ હતી. સાઢાસાલ હાઇસ્કુલ પાસે રહેતા ડોક્ટર રાહુલકુમાર મનહરલાલ રાણા પોતાનું દવાખાનુ ચલાવે છે. અને મેળા ઉપર તેઓના માતા સાથે રહે છે.

ગત 25મી ડિસેમ્બરના રોજ પોતાના ક્લિનિક પર દર્દીઓને તપાસીને બપોરે 1 વાગે વડોદરા ખાતેના પોતાના બીજા ઘરે ડો રાહુલ રાણા ગયા હતા. તે દિવસે રાત્રે કોઈ અજાણ્યા તસ્કરો દ્વારા ઘરના દરવાજાનું તાળું તોડી ગૃહ પ્રવેશ કરી તિજોરીને નિશાન બનાવી હતી. જ્યારે ડો. રાહુલ રાણા રાત્રે 11 વાગ્યાના અરસામાં પરત પોતાના સાઢાસાલ ખાતેના ઘરે આવ્યા હતા.

ત્યારે ઘરના દરવાજાના તાળા તૂટેલા હતા. ઘરમાં જોયું તો તિજોરીનું તાળું તૂટેલું હતું અને સામાન વેરવિખેર પડેલું હતું. જીણવટ ભરી તપાસ કરતા તિજોરીમાં મુકેલા રૂપિયા દોઢ લાખ રોકડા અને સોના ચાંદીની બંગડી પાટલા મળી રૂ 35,500 થઈ કુલ 1.85 લાખની માતાની અજાણ્યા ચોરો દ્વારા ચોરી થઈ હતી. તેની ફરિયાદ તેઓએ ડેસર પોલીસ મથકે તા 9 જાન્યુઆરી રાત્રે નોંધાવતા પોલીસે અજાણ્યા ચોરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...