ડેસર તાલુકાની 15 ગ્રામપંચાયતોનો સમયગાળો આજે તા 6 માર્ચે પૂર્ણ થયો છે. ત્યારે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની જોગવાઈ મુજબ ગ્રામ પંચાયતોની ફેબ્રુઆરી 23થી માર્ચ 2023માં સમયગાળો પૂરો થતો છે. પરંતુ ઝવેરી કમિશનના રિપોર્ટની સમય મર્યાદા લંબાતા તેમજ ઝવેરી કમિશને મુદત માગતા તેની મુદત લંબાતા સમયસર રિપોર્ટ ન થવાને કારણે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં વિલંબ થયો છે.
તેથી હાલમાં તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ મૌકુફ રહેતા 7 માર્ચે મુદત પૂર્ણ થતી ડેસર તાલુકાની 15 ગ્રામ પંચાયતોમાં વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે. તેમાં ગ્રામ પંચાયતના અધિનિયમ 1993ની કલમ 278 હેઠળ ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓની જુદીજુદી પંચાયતોમાં વહીવટદાર તરીકે નિમણૂક કરેલ છે.
જેમાં (1) ડેસર : આઈ આર માછી (2) જાંબુગોરલ : એન ડી પટેલ (3) ઉદલપુર : પી બી પટેલ (4) તુલસીગામ : એમ.આર.પટેલ (5) વચ્છેસર : પી વી બામણીયા (6) વરસડા : જી એમ ઠાકોર (7) શાહેપુરા : એસ.જે પટેલ (8) મેરાકુવા : એલ જે ડામોર (9) કોઠારા : આર એમ રોહિત (10) પાંડુ : સી એસ ભગોરા (11) વક્તાપુરા : વી વી પગી (12) જેસર ગોપરી : પી એમ કટારા (13) સાંઢાસાલ : આઈ પી ચૌહાણ (14) વેજપુર : એસ.વી રાઠોડ (15) કડાછલા : આર એન પટેલિયા ઉપરોક્ત તમામ ગ્રામ પંચાયતોમાં તલાટી કમ મંત્રીઓને વહીવટદાર તરીકે 7 માર્ચથી નિમવામાં આવ્યા છે.
તમામ વહીવટદારોને ગુજરાત પંચાયત એક્ટ મુજબ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ પુર્ણ થયા બાદ જ્યાં સુધી પ્રથમ સભા ન મળે ત્યાં સુધી પંચાયતોની સત્તા કાર્યો ફરજો અને અધિકારો ભોગવવાના રહેશે. હાલના તબક્કે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ બે મહિના સુધી પાછી ઠેલાય તેવું લાગી રહ્યું છે. ત્યારે સરપંચોની ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારોમાં છેલ્લા બે મહિનાથી થનગાટ જોવા મળતો હતો અને ઠેર ઠેર પોતાનુ ચૂંટણીલક્ષી ગણીત ગણી રહ્યા હતા. પરંતુ હાલ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પાછી ઠેલાતા તેમના ગણિત ઉપર હાલ પૂરતું ઠંડુ પાણી રેડાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.