કાર્યવાહી:રાજપુરમાંથી જુગાર રમતા 11 ઝડપાયાં

ડેસર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાથીજી મંદિર પાસે જુગાર રમાતો હતો : ડેસર પોલીસે ~3960નો મુદ્દામાલ જપ્ત કર્યો

ગતરાત્રિ દરમિયાન ડેસર તાલુકાના રાજપુર ખાતેના ભાથીજી મંદિરની આગળ સ્ટ્રીટ લાઇટના અજવાળે ખુલ્લી જગ્યામાં શ્રાવણીયો જુગાર રમાય છે. તેવી ડેસર પોલીસને મળેલી બાતમીના આધારે દરોડો કરી જુગાર રમતા 11 જુગારીઓને કોર્ડન કરી આબાદ ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલાઓની અંગ ઝડતી કરતા રૂા. 2710 અને દાવ ઉપરના રૂા. 1250 મળી કુલ રૂા. 3960ના મુદ્દા માલ સાથે ઝડપી ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ રેડ દરમિયાન ઝડપાયેલા જુગારીયાઓમાં ધર્મેન્દ્ર નટવરસિંહ રાઠોડ, અજય ભગવાનસિંહ પરમાર, કૌશિક દલપતસિંહ પરમાર, રંગીત ફતેસિંહ રાઠોડ, રાજેશ ભગવાનસિહ પરમાર, ભગવાન મંગળસિંહ પરમાર, સંજય નરવતભાઈ રાઠોડ, ભગવાન અમરસિંહ રાઠોડ તમામ રહે રાજપુર તા ડેસર, ભઈજી બળવંતસિંહ પરમાર, વનરાજ પ્રભાતસિંહ પરમાર, રહે ગોરસણ તા ડેસર જ્યારે એક જુગારી તો વડોદરા શહેરમાંથી શ્રાવણીયો જુગાર રમવા માટે નાનકડા ગામડા રાજપુરમાં આવ્યા હતા. તે કનૈયાલાલ શંકરલાલ ચૌધરી, ફતેગંજ ભૂતડી ઝાંપા વડોદરા આમ કુલ 11 જુગારીઓને ડેસર પોલીસે નજીવી રકમ સાથે ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...