તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક જ સમય ડિલિવરી:10 બુલ જેસીબી મશીનની એક જ જગ્યાએથી ડિલિવરી અપાઇ

ડેસર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 20 જેટલા નવા જૂના બુલ જેસીબી મશીનોનો 15 કિ.મી.નો ભવ્ય રોડ શો ઉદલપુરમાં યોજાયો

ડેસર તાલુકાના ઉદલપુર ખાતે સોલ્યુશન ઇન્ફ્રા ઇકવીપમેનટસ દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત બુલ કંપનીના 10 જેસીબી મશીનની ડિલિવરી એક જ સ્થળેથી એક જ સમયે આપવામાં આવી હતી. ગોધરા-અમદાવાદ માર્ગ ઉપર ઉદલપુર ખાતે ધનતેરસના પાવન પર્વ નિમિત્તે 10 માનવતા ગ્રાહકોને સોલ્યુશન ઇન્ફ્રા ઇક્વિપમેન્ટના મેનેજીંગ ડાયરેક્ટર સંદીપ ચૌહાણે એક જ સ્થળે બોલાવીને એક જ સમય ડિલિવરી આપી હતી.

તદુપરાંત અગાઉના 60 જેટલા ગ્રાહકોને સન્માન પત્રથી સન્માનિત કરવા આમંત્રિત કર્યા હતા. તે પૈકી 20 જૂના ગ્રાહકો હાજર રહ્યા હતા. તેઓનું સન્માન પત્રથી મહાનુભાવો દ્વારા સન્માન પત્ર અને ગિફ્ટ આપી સન્માનિત કરાયા હતા. ગુજરાતમાં પ્રથમ બુલ જેસીબી મશીન ખરીદનાર આશાજી વણઝારાનું બુલ કંપનીના અધિકારી બાંકે બિહારી દ્વારા સન્માન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો