ઉતરાયણને આડે હવે ગણતરીના કલાકો રહ્યા છે. ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ હોવા છતાં લોકો ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય છે. તે દોરીથી લોકોના જીવ જતા હોય છે. તેવું જાણવા છતાં અને વધુમાં સરકારે આ દોરી પર પ્રતિબંધિત મૂક્યો હોવા છતાં પણ પતંગ દોરી વેચતા વેપારીઓ તેની અવગણના કરીને વેચાણ કરતા હોય છે.
સરકારના જાહેરનામાના અનુસંધાને ચાઈનીઝ દોરી કે તુક્કલ સંગ્રહ કરવા કે ઉડાડવા અને વેચાણ પર પ્રતિબંધ મુકેલ હોય જાહેરનામાની અમલવારી અનુસંધાને ડેસર તાલુકાના પાંડુ આઉટ પોસ્ટ વિસ્તારમાં ડેસર પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેઓને બાતમી મળી કે સાંઢાસાલના માળી મહોલ્લામાં રહેતા કનૈયાલાલ ઠાકોરભાઈ માળી ચોરી છુપીથી ચાઈનીઝ દોરી રાખી તેનો છૂટક વેચાણ કરે છે. તેવી બાતમીના આધારે પોલીસે બતાવેલ સ્થળે તપાસ કરતા તેમાં ઘરમાંથી પીડા અને સફેદ કલરના કુલ ત્રણ થેલામાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કુલ 74 નંગ મળ્યા હતા. જેની કિંમત 13,800ના મુદ્દા માલ સાથે કનૈયાલાલ માળી સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
હજુ પણ ડેસર તાલુકાના અનેક ગામોમાં ચોરી ચુપીથી ચાઈનીઝ દોરીનો વેચાણ કરવામાં આવી રહ્યું છે. જો તપાસ કરાય તો ઘણી દોરી ઝડપાય તેમ છે. તેવું કેટલાક જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.