તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:પ્રતાપપુરા-જૂના શિહોરા વચ્ચે બે બાઈક સામસામે ભટકાતાં 1નું મોત, બે ઘાયલ

ડેસરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પિતા-પુત્ર મંજૂસર GIDCની કંપનીમાં ફરજ બજાવી પરત ફરી રહ્યા હતા

ડેસર તાલુકાના મોટી વરણોલી ખાતે રહેતા વિપુલભાઈ હિંમતભાઈ બેલદાર અને તેઓનો પુત્ર વાસુદેવ બેલદાર સાવલી તાલુકાના મંજૂસર જીઆઈડીસીમાં આવેલ બરોડા હાઇટેક કંપનીમાં નોકરી કરી પરત મોટી વરણોલી ઘરે આવતા હતાં. તે દરમિયાન ગત રાત્રે 8 વાગ્યાના અરસામાં ડેસર સાવલી માર્ગ ઉપર પ્રતાપપુરા જૂના શિહોરા વચ્ચે સામેથી આવતી બાઈકના ચાલક મહેશભાઈ ચુનારા રહે. નવાસિહોરા પૂરપાટ ગતિએ આવીને પિતા-પુત્રની બાઈકને ધડાકાભેર અડફેટે લીધા હતા.

અકસ્માત થતાં વેંત ગ્રામજનો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને 108નો સંપર્ક કરી પિતા વિપુલભાઈ બેલદાર અને પુત્ર વાસુદેવ અને સામેની બાઈકના ચાલક મહેશ ચુનારાને ડેસર CHC ખાતે ખસેડાયા હતા. તેમાં વિપુલભાઈને માથામાં અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા. જ્યારે પુત્ર વાસુદેવને ડાબા પગે ગંભીર ઇજા થતાં વધુ સારવાર માટે હાલોલની ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયો હતો. જ્યારે મહેશ ચુનારાને ડેસરની હોસ્પિટલે દાખલ કરાયો હતો.

ડેસર પોલીસ મથકે અકસ્માતની જાણ મોટી વરણોલીના અશ્વિનભાઈ બેલદારે કરતાં ડેસર પોલીસ મથકના પીએસઆઈ અને સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવી પંચક્યાસ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો