બોગસ ડોક્ટર ઝડપાયો:ડેડિયાપાડામાં ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો : અન્ય બે ફરાર

 ડેડીયાપાડા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોગસ તબીબી - Divya Bhaskar
બોગસ તબીબી
  • આરોગ્ય વિભાગની ટીમે રેડ કરી દસ્તાવેજોની ચકાસણી કરતા બોગસ હોવાનો ઘટસ્ફોટ

દેડિયાપાડા તાલુકા મથકે બોગસ તબીબો પ્રેક્ટિસ કરતા હોવાની જાણ થતાં આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં એક બંગાળી ડોક્ટર ગેરકાયદે પ્રેક્ટિસ કરતા ઝડપાયો જ્યારે અન્ય બે બોગસ તબીબ ફરાર થઈ ગયા હતા.  ગત સાંજે બ્લોક હેલ્થ અધિકારી ડૉ. હેતલ નાયક, ડૉ. જીનલ મનુભાઈ પટેલ સહિતની ટીમે ફાર્માસિસ્ટને સાથે રાખી રેડ કરી હતી. જેમાં ડેડિયાપાડા નવીનગરીની હાટ બજાર ચોકડી નજીકના આવેલા દવાખાનામાં સિમ્પલ શશીકાંત વિશ્વાસ(મૂળ,રહે. પશ્વિમ બંગાળ) એક દર્દીને બોટલ ચડાવી ઈન્જેક્શ આપી સારવાર કરી રહ્યો હતો. તેને આરોગ્યની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યો હતો. તેની પાસેના દસ્તાવેજોની ચકાસણી કરતા તબીબ બોગસ હોવાનું માલુમ પડ્યું હતું. તેની વિરૂધ્ધ ડેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસેની અટકાયત કરી હતી. આરોગ્ય વિભાગના દરોડાના પગલે ડિગ્રી વિનાના અન્ય બે ડોક્ટર ભાગી ગયા હતા. 

લોકોના આરોગ્યની સાથે ચેડા કરતા બોગસ તબીબો સામે કાર્યવાહી કરાશે
અત્યારે કોરોનાનો ભય ફેલાયો છે. હોસ્પિટલની ઓપીડી પણ ઓછી કરી દેવાઇ છે. કોઈપણ ડિગ્રી વગર અને રજિસ્ટ્રેશન વિના પોતે સર્જન હોય તેટલી કક્ષાના ડોક્ટરના સાધનો રાખીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. આવા ઝોલાછાપ અને બની બેઠેલા ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.- ડો. હેતલ નાયક, બ્લોક હેલ્થ ઓફિસર, ડેડીયાપાડા

અન્ય સમાચારો પણ છે...