તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Dahod
 • Suicide Of A Wife Who Is Fed Up With Her Husband's Harassment On Suspicion Of Having An Affair, Being Repeatedly Harassed By Her Husband In Raiyavan

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:આડા સબંધની શંકામાં પતિના ત્રાસથી કંટાળી પત્નીનો આપઘાત, રૈયાવણમાં પતિ દ્વારા અવાર-નવાર ત્રાસ આપવામાં આવતો

દાહોદ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જમાઇ વિરુદ્ધ ધાનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ

ધાનપુર તાલુકાના રૈયાવણ ગામે આડા સબંધની શંકા રાખીને પતિ દ્વારા અવાર-નવાર ત્રાસ અપાતો હતો. ત્રાસથી કંટાળીને પત્નીએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. ધાનપુર પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.ધાનપુર તાલુકાના રૈયાવણ ગામે રહેતા વિપુલભાઈ નવરસીંહ પલાસ પોતાની પત્નીના જેઠ સાથે આડા સંબંધ હોવાના ખોટા શક વહેમ રાખી અવાર નવાર મારઝુડ કરીને શારીરિક માનસિક ત્રાસ ગુજારતો હતો. ઘર નહીં ભાંગે તે હેતુથી તે તમામ ત્રાસ વેઠી લેતી હતી. જોકે, અવાર-નવારની તકરારથી કંટાળી ગયેલી પત્નીએ ઘરના મોભમાં દોરડું બાંધી 13મી મેના રોજ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ સંબંધે કાલીયાવાડ ગામના ખોબરા ફળિયુ ખાતે રહેતા પિતા રમણભાઈ મનજીભાઈ રાઠોડ દ્વારા પોતાના જમાઈ વિપુલભાઈ પલાસ સામે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આપઘાતના દુષ્પ્રેરણનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો