તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:બારિયા સબ જેલમાંથી ફરાર કેદી મધ્યપ્રદેશ બોર્ડરથી ઝડપાયો, ચોરી લુટના 39 ગુનામાં શામેલ છે 

દાહોદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

 દેવગઢ બારીયા સબ જેલમાંથી એક બેરેકના બે - રૂમના તાળા તોડી 13 ખુંખાર કાચાકામના કેદી ફરાર થયા હતાં. પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની સુચના અને માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ . એસ . ભરાડા, એસ.પી હિતેષ જોયસરે જેલ ફરારી કેદીઓને પકડી પાડવા માટે એકશન પ્લાન બનાવ્યો હતો. ટીમો દ્વારા 9 કેદી પકડ્યા હતા. જ્યારે બાકીના કેદી પકડવા માટે દાહોદ-મધ્યપ્રદેશ બોર્ડરના ગામોમાં તેમજ જંગલ વિસ્તારમાં રાત દિવસ વેશ પલટો કરી સતત કાર્યરત હતી. ત્યારે માતવા ગેંગનો મુખ્ય સુત્રધાર કુલ 39 ગુનામાં આરોપી રાકેશ માવી મધ્યપ્રદે્શને અડીને આવેલ ભે પાટીયાના જંગલમાંથી ચોરી છુપીથી રાત્રીના ચાલતો ચાલતો મધ્યપ્રદે્શમા છુપાઇ જવા માટે જતા તેને કોર્ડન કરવા જતાં પોલીસને જોઇ પરત જંગલમાં નાસવા લાગ્યો હતો. પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો