તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રવાસી શ્રમવીર:દાહોદથી વધુ એક વિશેષ ટ્રેન દ્વારા 1275 શ્રમીકોને વતન મોકલાયા

દાહોદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

લોકડાઉનને કારણે દાહોદમાં ફસાઇ ગયેલા ઉત્તર પ્રદેશના 1275 પ્રવાસી શ્રમવીરોને ગુરુવારે સાંજે ટ્રેનમાં બેસાડી જૈનબાદ સુધી રવાના કરવામાં આવ્યા હતા. કોરોના વાયરસ સામેની તકેદારી રાખી આ શ્રમવીરોને રવાના કરવામાં આવ્યા હતા. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લોકડાઉનની જાહેરાત બાદ ગુજરાતના વિવિધ પ્રાંતમાંથી શ્રમિકોએ પલાયન કર્યું હતું. દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ શ્રમવીરોને કોઇ તકલીફ ના પડે એની ખાસ તકેદારી રાખવામાં આવી હતી. કેન્દ્ર સરકારે લોકડાઉન દરમિયાન શ્રમિકોને તેમના વતન જવા માટેની છૂટછાટ આપતા દાહોદથી પણ રેલ્વે સાથે સંકલન સાધી ખાસ ટ્રેનનો પ્રબંધ કરવામાં આવ્યો હતો. દાહોદથી જૈનાબાદ સુધી ખાસ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી.  સામાજિક અંતર જળવાઇ તે રીતે તેમને ટ્રેનમાં બેસાડ્યા હતા. તમામ પ્રવાસીઓને માસ્ક આપ્યા હતા. કલેક્ટર  વિજય ખરાડી તથા જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે રેલ્વે સ્ટેશનની મુલાકાત લઇ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો