તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:દાહોદમાં કોરોનાના વર્તમાન સમય ગાળામાં વીજબિલ ઘરબેઠા નહીં મળે

દાહોદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત બિલોની એવરેજ મુજબ વીજબિલ ભરવા અંગે શહેરીજનોને જણાવાયું
  • લૉકડાઉનના સમયમાં દાહોદ વીજ તંત્રની સરાહનીય કામગીરી પ્રશંસાને પાત્ર

દાહોદમાં વીજ પુરવઠો પૂરો પાડતી કંપની એમ.જી.વી.સી.એલ. દ્વારા શહેરમાં માર્ચ-એપ્રિલના બીલો સાથે હજુ કેટલાક સમય સુધી લાઈટબીલ આપવામાં આવનાર નહીં હોઈ સહુ કોઈને તે અગાઉની એવરેજ મુજબ પોતે ભરી જવા જણાવાયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એમ.જી.વી.સી.એલ દ્વારા લૉકડાઉનના સમયે ઘરે ઘરે લાઈટ બિલ પહોંચાડવાનું પણ કેટલાક સમય માટે બંધ કરાતા સહુ ગ્રાહકોને તંત્ર દ્વારા પોતાના અગાઉના બિલોની સરેરાશ મુજબનું બિલ ભરી જવા પણ MGVCL તંત્ર દ્વારા શહેરીજનોને જણાવવામાં આવ્યું છે. 

પોતાની જાતે એડ કરી શકશે અથવા ભૂલ હોય તો સુધારી શકશે
MGVCL દ્વારા જાહેરહિતમાં જણાવાયું છે કે સમગ્ર દેશમાં  કોરોના વાયરસની મહામારીના લીધે લૉકડાઉન હોવાથી ઘરે-ઘરે જઈ વીજ બીલ બનાવવું શક્ય ન હોવાથી વર્તમાન બીલ એવરેજ યુનિટનું બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સાથે જ તંત્ર દ્વારા જણાવાયું છે કે વીજબીલની રકમ SMS દ્વારા મેળવવા  http://mgvcl.co.in:8081 /mobUpdate/ MobileNumberUpdate લિંક દ્વારા દરેક ગ્રાહક લાઈટ બીલમાં પોતાનો મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈ.ડી. ના હોય તો પોતાની જાતે એડ કરી શકશે અથવા ભૂલ હોય તો સુધારી શકશે. આ માટે ગ્રાહકે પોતાના લાઈટબીલમાં છપાયેલો 11 આંકડાનો ગ્રાહક નંબર નાંખવાનો રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો