તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, આ મહામારીને નાથવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરેલ છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, જિલ્લા સંગઠનો, જિલ્લા પ્રશાસનો દ્વારા આ મહામારી સામે જુદા જુદા પગલાં લેવાઇ રહ્યા છે.દાહોદ સાંસદ અને પૂર્વ કેન્દ્રિય આદિજાતિ રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોર દ્વારા દાહોદ તાલુકાની 9 જિ. પંચાયત બેઠકોની 38 તા.પંચાયતની સીટ પર તાલુકાના ગામોમાં ૨૦,૦૦૦ જેટલા કોરોના પ્રતિરોધક માસ્કનું વિતરણ કરશે. જે પૈકી ચોસાલા, નગરાળા અને ભીટોડીમાં સાંસદના હસ્તે અને પૂર્વ જિલ્લા ભાજપા પ્રમુખ સુધીરભાઈ લાલપુરવાલા, જિલ્લા મહામંત્રી દીપેશભાઇ લાલપુરવાલા,મંડલના પ્રમુખ જીથરાભાઈ ડામોર, મહામંત્રી મુકેશભાઇ ખચ્ચર, મસૂલભાઈ માવી, તાલુકાના અગ્રણી પર્વતભાઈ ડામોર, મહેન્દ્રભાઇ ભાભોર, રમણભાઈ ભાભોર, કનૈયાલાલ કિશોરીની ઉપસ્થિતિમાં ગ્રામીણ જન સમુદાયને માસ્કના વિતરણ, ઉકાળા સહિત હોમિયોપેથિક ૨૫,૦૦૦ ડોઝ આપ્યા હતા. આ તબક્કે સાંસદે ગામડાઓમાં કોરોનાની મહામારીનું સંક્રમણ ન થાય તે માટે માસ્ક ફરજિયાત પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા, દિવસમાં વારંવાર સાબુથી હાથ ધોવા અને સેનેટાઈઝ કરવા લોકોને જણાવ્યુ હતુ.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.