તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:કોરોનાગ્રસ્ત દર્દીઓની ઘનિષ્ઠ સારવાર, વોર્ડને દર 3 કલાકે જીવાણુમુક્ત કરાય છે

દાહોદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દર્દીને રોગ પ્રતિકારક શક્તિવર્ધક આહાર ભોજન પીરસાય છે : ડો. મોહિત

દાહોદમાં ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે કોરોનાના દર્દીઓની સારવાર માટે રહેલી તબીબોની ટીમને લીડ કરી રહેલા ડો. મોહિત દેસાઇએ જણાવ્યું છે કે, કોરોના પેશન્ટ્સને વિશ્વ આરોગ્ય સંસ્થા અને સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નક્કી કરેલા પ્રોટોકોલ મુજબની સારવાર આપી રહી છે. જેમાં એઝીથ્રોમાઇસીન, હાઇડ્રોક્સીક્લોરોક્વિન સહિતની દવાના ડોઝ આપે છે. કોરોના વાયરસના મોટા ભાગના દર્દીઓ એસિમ્પ્ટોમેટિક છે. દર્દીઓમાં કોરોના વાયરસના કોઇ પણ લક્ષણ દેખાઇ તે પૂર્વે જ આરોગ્ય વિભાગ દ્વારા રિપોર્ટ કરી ઓળખ કરી લેવાઇ હતી. દાહોદમાં દાખલ દર્દીઓને પોષકતત્વોથી ભરપૂર અને રોગ પ્રતિકારક શક્તિ વધે એવો આહાર આપવામાં આવે છે. હોસ્પિટલ દ્વારા આહારનું મેનુ બનાવવામાં આવ્યું છે. દર્દીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલા કપડાને સોડિયમ હાઇપોક્લોરાઇટવાળા પાણીમાં અડધી કલાક રાખી બાદમાં ધોવામાં આવે છે. આટલું જ નહીં આઇસોલેશન વોર્ડની દિવાલો, ફ્લોરને દર ત્રણચાર કલાકે ડિસઇન્સફેક્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત, તબીબો દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા સાધનોને પણ નિયત પ્રણાલી દ્વારા જીવાણુમુક્ત કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો