તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન 3:દાહોદની યુવતીઓનો લૉકડાઉનમાં નવરાશનો સદુપયોગ, નવતર કીર્તિમાન સર્જાયો

દાહોદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભારતનાટ્યમની ઓનલાઈન પ્રસ્તુતિનો નવતર કીર્તિમાન સર્જાયો

દાહોદ શહેરમાં રહેતી 20 યુવતીઓએ ભારતનાટ્યમની ઓનલાઈન પ્રસ્તુતિનો નવતર વિશ્વ કીર્તિમાન સર્જયો હતો. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંમાં આવેલ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગના તજજ્ઞોના માર્ગદર્શન થકી 350 થી પણ વધુ કલાકારો, નૃત્યકારો, નૃત્યાંગનાઓ દેશ- વિદેશ સ્થિત જે તે રાજ્ય, શહેરમાં આવેલ પોતપોતાના ઘરેથી જ એક જ સમયે, એક જ રચના ઉપર આધારિત એક સુંદર નૃત્ય પ્રસ્તુત કર્યું હતું. તા.13.5.’20 ના રોજ સાંજે 4.30 થી આરંભાયેલું આ પ્રસ્તુતિમાં દાહોદની 20 યુવતીઓ પણ જોડાઈ હતી.

હાલ ચાલી રહેલ કોવિડ-19 ને નાથવાનો પ્રયાસ કરી વિશ્વને, દેશને “ઘરે રહો, સુરક્ષિત રહો”ના સૂત્ર સાથે ફેસબુક ઉપર જીવંત પ્રસારણ થતા તેને વિશ્વભરના રસિકજનો સાથે સેંકડો દાહોદવાસીઓએ  માણ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા સ્થિત દાહોદના નૃત્ય તજજ્ઞ ધ્વનિ શાહના નેજા હેઠળ શહેરના દશાનીમા વણિક સમાજ,મોઢ વણિક સમાજ સહિતની તાલીમબદ્ધ 20  નૃત્યાંગના વિદ્યાર્થીનીઓ નવતર વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાના ભાગ બનવા પામ્યા હતા.

આ કાર્યક્રમમાં દાહોદની વડોદરા પર્ફોર્મિંગ આર્ટસની શ્રીજી શેઠે કથ્થક નૃત્ય પણ પ્રસ્તુત કર્યું હતું. કોરોના લોકડાઉનની નવરાશના સમયે મક્કમતાથી એકસૂત્રતા કેળવીને સહુએ આ ઉમદા પ્રસ્તુતિ કરી હતી. જેમાં દાહોદના અનેક પરિવારોએ શ્રોતા તરીકે સહભાગી થઈ દાહોદની યુવતીઓની આ ટીમને પ્રોત્સાહિત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો