તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:મહીસાગરમાં એપ્રિલમાં અનાજ, ખાંડ, દાળ અને મીઠું વિનામૂલ્યે મળશે

મહીસાગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દાહોદ જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારો વિનામૂલ્યે જથ્થો આપશે

લુણાવાડાઃ નોવેલ કોરોનાવાયરસ (COVID-19) થી હાલમાં સમગ્ર વિશ્વમાં વ્યાપક પ્રમાણમાં અસર થયેલ છે. જેની અસર સમગ્ર ભારત તેમજ ગુજરાત રાજ્યમાં પણ થયેલ છે. ભારત સરકાર દ્વારા તેનો વધુ ફેલાવો અટકાવવાના સાવચેતીના પગલા રૂપે સમગ્ર ભારતમાં 21 દિવસનું લોકડાઉન કરવામાં આવેલ છે. આ લોકડાઉનની વ્યાપક અસર હેઠળ મહીસાગર જિલ્લાના 1,40,340 રેશનકાર્ડ ધારકોને એપ્રિલમાં આનાજ, ખાંડ, દાળ અને મીઠું નો લાભ જિલ્લાના  6,97,873 લાભાર્થીઓને આનો લાભ મળશે. જેમાં 25,44,397 કિલોઘઉં, 10,77,403  કિલો ચોખા, 2,11,414.25 કિલોખાંડ, 1,36,359 કિલો ચણાદાળ અને 2,14,786 કિલો મીઠું લાભાર્થીઓને વિના મૂલ્ય વિતરણ કરવામાં આવશે. ૧લી એપ્રિલથી જિલ્લામાં આવેલ તમામ સસ્તા અનાજની દુકાનો ચાલુ કરવામાં આવશે. 

દાહોદ જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારો  વિનામૂલ્યે જથ્થો આપશ
લીમખેડા.દાહોદ જિલ્લા ફેર પ્રાઈસ શો૫ એસોસિએશનના પ્રમુખ ઉદેસિંહ લબાના દ્વારા દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં રેશનકાર્ડ ધારકોને મળવા પાત્ર જથ્થો વિનામૂલ્યે આપવા માટે દરેક સસ્તા અનાજના દુકાનદારો ને તાકીદ કરી છે. તાલુકાના ફેર પ્રાઈસ શોપ એસોસિયેશનના પ્રમુખોમાં લીમખેડાના બુરહાન રાવત ભૂપેશભાઇ પટેલ બારીયાના આસિફભાઈ મન્સૂરી ફતેપુરા કચરૂભાઈ પ્રજાપતિ સંજેલીના મહેન્દ્રભાઈ પલાસ દાહોદના ભરતભાઈ ખપેડ ભરતભાઈ મકવાણા ઝાલોદના રમેશભાઈ બારીયા મહેન્દ્રભાઈ ધાનપુરના સાકીર રાવત ગરબાડાના જીતુભાઈ પંચાલ સહિતના જિલ્લા ફેર પ્રાઈઝ શોપ એસોસિયેશનના પ્રમુખ ઉદેસિહ લબાનાં એ ટેલીફોનિક સૂચનાથી જણાવ્યું હતું કે રેશનકાર્ડ ધારકને જાહેર કરાયેલા વિનામૂલ્યે રાશનના જથ્થાથી વંચિત રહે નહિ તેની ખાસ કાળજી રાખવી.

અન્ય સમાચારો પણ છે...