તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૂંઝવણ:દાહોદમાં દુકાનો ખોલવાની છૂટ હોવા છતાંય બજારોમાં ઘરાકી નહીંવત

દાહોદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સવારે 7થી 12 આવશ્યક, બપોરે 1થી સાંજે 5 સુધી બિનઆવશ્યક ચીજ્વસ્તુઓ માટે છૂટ અપાઈ

દાહોદમાં દુકાનો ખોલવાની છૂટ મળી હોવા છતાંય બજારોમાં જોઈએ તેવી ઘરાકી નહીં નીકળતા વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે. લાંબા સમયના ચુસ્ત લોકડાઉન બાદ દાહોદ કલેક્ટર દ્વારા ગત સપ્તાહથી સવારે 7 થી 12 આવશ્યક અને બપોરે 1 થી સાંજે 5 સુધી બિન આવશ્યક ચીજ્વસ્તુઓ માટે છૂટ અપાઈ છે. ત્યારે બજારમાં એક સપ્તાહ બાદ પણ ઘરાકી નીકળી નહીં હોઈ વેપારીઓ વિમાસણમાં મુકાયા છે.
દાહોદનમાં પ્રવેશવાના બહુધા રસ્તાઓ બંધ છે તે મહત્વનું પરિબળ છે
દાહોદ અનેક ગ્રામ્ય વિસ્તારોથી ઘેરાયેલું અને મધ્યપ્રદેશ અને રાજસ્થાનને અડીને આવેલું શહેર હોઈ અહીં સ્વાભાવિક રીતે આસપાસના વિસ્તારોમાંથી ઘરાકી અર્થે આવરોજાવરો વધુ જોવા મળે છે. પરંતુ, છેલ્લા બે માસ જેટલા સમયગાળાથી લોકડાઉન જાહેર હોઈ દાહોદની બજારો બંધ હાલતમાં હતી. ત્યારે દાહોદના કલેક્ટર વિજય ખરાડીએ ગત સપ્તાહે જાહેરાત કરીને સવારે 7 થી 12 આવશ્યક અને બપોરે 1 થી સાંજે 5 સુધી બિન આવશ્યક ચીજ્વસ્તુઓના વેપારીઓ માટે છૂટ જાહેર કરી છે. તેમ છતાંય બજારમાં જોઈએ તેવી ગીર્દી જોવા નથી મળતી. આ બાબતે લોકોના સુર મુજબ ઘરાકી નહીં નીકળવાના અનેક કારણો દર્શાવાયા છે. જેમાં દાહોદનમાં પ્રવેશવાના બહુધા રસ્તાઓ બંધ છે તે મહત્વનું પરિબળ છે તો સાથે જ બે જેટલા મહિનાથી સાવ બેકાર હાલતમાં બેઠેલા લોકો પાસે હવે જોઈએ તેવી ખરીદ શક્તિ પણ નથી રહી તે કારણ પણ નજર સામે આવ્યું છે. કોરોનાલક્ષી અનેક પ્રકારની પાબંધીઓ હજુ લાંબો સમય રહેવાની છે તે જોતા આવા સમયે સરકાર આમાંથી વધુ પ્રમાણમાં છુટકારો આપે તેવું ઇચ્છતા સહુએ કોરોના સાથે જીવવાની આદત પાડવી પડશે તેવો પણ સુર વહેતો થવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો