તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:દાહોદના સાંસદ દ્વારા ગ્રાન્ટમાંથી 1 કરોડ રૂપિયાની ફાળવણી કરાઇ

દાહોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોતાના સાંસદ તરીકેના પગારમાંથી પણ રૂ.1 લાખ આપ્યા

દાહોદઃ સાંસદ  જશવંતસિંહ ભાભોરે પોતાની સંસદસભ્યની ગ્રાન્ટમાંથી કોરોનાની વૈશ્વિક આપત્તિ ટાણે 1 કરોડની ફાળવણી જાહેર કરી છે. દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર, પોતાના વિસ્તારની વિવિધ સમસ્યાઓ કાજે હંમેશા અગ્રેસર રહે છે અને હાલમાં કોરોના વાયરસથી વિશ્વના હજારો લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે ગુજરાતભરના વિવિધ પ્રાંતોમાં મજૂરી અથવા કડિયાકામ કરી પેટિયું રળતા દાહોદ પંથકના આદિવાસીઓ પોતાના વતન પરત આવી રહ્યા છે તેવા સંજોગોમાં તેઓને આવવામાં કોઈ તકલીફ ઓછી પડે તેનું ધ્યાન રાખીને સંસદસભ્યે અંગત રસ લઈને બે દિવસમાં અનેક બસોની મંજૂરી મેળવીને આદિવાસીઓને માદરેવતન પરત લાવવા માટે ઉત્સાહ દાખવ્યો છે.તો સાથે જ વતનમાં આવતા આ શ્રમજીવીઓ કાજે તેઓએ ઠેરઠેર નાસ્તા- ભોજન જેવી વ્યવસ્થા પણ ગોઠવી છે. દાહોદના સાંસદે પોતાની સંસદસભ્યની ગ્રાન્ટમાંથી આ કાજે રૂ.1 કરોડના મોટી રકમની ફાળવણી કરી છે. તો સાથે જ પગારમાંથી પણ રૂ.1 લાખની ફાળવણીની જાહેરાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...