ડભોઇના હરીહર આશ્રમના મહંત દ્વારા વર્ષોની પરંપરા મુજબ ચાંદોદથી નર્મદા જળ લાવી ડભોઇના વાઘનાથ મહાદેવ, નિલકંઠ મહાદેવ, પંચેશ્વર મહાદેવ સહીત વિવિધ શિવાલયોમા નર્મદા સહીત જુદીજુદી નદીઓના જળ ભેગા કરી પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારના દિવસે જ કાવડયાત્રા થકી જળ અભિષેક કરવામા આવ્યો હતો.
ડભોઇની નાદોદી ભાગોળ પાસે આવેલા હરીહર આશ્રમના મહંત વિજય મહારાજના નેજા હેઠળ પાછલા 20 વર્ષથી પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે ચાંદોદ નર્મદાના ત્રિવેણી સંગમથી જળ ભરી લાવી કાવડ યાત્રા થકી ડભોઇના મહાદેવ મંદિરો અને શિવાલયોમા જળ અભિષેક કરવામા આવે છે. જેથી નાદોદી ભાગોળ હરીહર આશ્રમના મહંત વિજય મહારાજ દ્વારા દર વર્ષે નગરના કેટલાક મહાદેવ ભક્ત યુવાનોને સાથે રાખી ચાંદોદથી ડભોઇ સુધીની કાવડયાત્ર કરી મહદેવ મંદિરોમા વહેલી સવારે જળાભિષેક કરી મહાદેવની ભક્તિ કરી વિશ્વકલ્યાણ અર્થે પ્રાર્થના કરી પોતાની જાતને ધન્ય બનાવી હતી.
કાવડયાત્રાનો વહેલી સવારે ડભોઇમા પ્રવેશ થતા જ ભાજપા અગ્રણી અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઇ પટેલ, ડભોઇ પાલિકા પ્રમુખ કાજલબેન દુલાણી તેઓના પતિ સંજયભાઇ દુલાણી સહીત અનેક અગ્રણીઓએ કાવડયાત્રાનુ સ્વાગત કરી હરહર મહાદેવના નાદ સાથે નગરમા પ્રવેશ આપ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.