તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોમાં રોષ:વરસાદના આગમનની સાથે જ ડભોઇની સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોમાં રોષ

ડભોઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડભોઇ પંથકમાં બુધવારની સાંજે કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. - Divya Bhaskar
ડભોઇ પંથકમાં બુધવારની સાંજે કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
  • નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા પાલિકાની પ્રિમોન્સુન કામગીરી સામે સવાલો ઉઠાવ્યા

ડભોઇ નગર સહિત તાલુકા ભરમાં છેલ્લા ચાર દિવસથી વરસાદનું આગમન થઈ ગયું છે. પૂર્વ કામગીરીના ભાગ રૂપ પાલીકા તંત્ર દ્વારા પ્રિમોંસૂન કામાગીરી કરી ન હોય અનેક સવાલો ઉઠ્યા છે. તેવામાં ગત રોજ સાંજે એક કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ પવનના સુસવાટા સાથે વરસ્યો હતો. જેને પગલે ડભોઇ નગરના નીચાણ વાડા વિસ્તાર સહિત મોહનપાર્ક, દયારામ સોસાયટી, આશીર્વાદ સોસાયટી, મોહન પાર્ક સોપિંગ, વિમલ પાર્ક, સત્યમ પાર્ક સહિત ની અનેક સોસાયટીઓમાં પાણીના નિકાલના પ્રશ્નને પગલે પાણી ભરાયા હતા.

સાથે સાથે નીચાણવાળા વિસ્તારો જેમાં મહુડી ભાગોળ માછીવાડ ખાળા, હીરાભાગોળ ખાળા વિસ્તારમાં પાણી ભરતા રહીશોમાં ભારે રોષની લાગણી પરવર્તી હતી અને પાલીકા તંત્ર દ્વારા જો પ્રિમોન્સુન કામગીરે કરી પહેલેથી જ વરસાદી પાણીના નિકાલ માટે કામ કરવામાં આવ્યું હોત તો પાણી ભરાતા નહી. જ્યારે ડભોઇ નગર પાલીકા ચીફ ઓફિસર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથીની બૂમો ઉઠવા પામી છે. આગામી સમયમાં વધુ વરસાદ પડશે તે પૂર્વે પાલીકા ચીફ ઓફિસર અને તંત્ર દ્વારા વહેલી તકે વરસાદી પાણીના નિકાલ માટે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...