તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:‘તું કેમ ફળિયામાં બૂમાબૂમ કરે છે’ કહી યુવાનને માથામાં પાળિયાનો ઘા માર્યો

ડભોઇ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડભોઈ પોલીસે ફરિયાદના આધારે ત્રણેયને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા

ડભોઇ પોલીસ લાઇનની પાછળ આવેલા રાઠોડીયા ફળીયામાં રહેતો યુવાન ઘેર પોતાની માતા સાથે બોલાચાલી થયા બાદ સુધરાઇ ગ્રાઉન્ડ પર જઈને બેસી જતા ફળીયામાં રહેતા ત્રણ યુવાનો જેમાના એકના હાથમાં પાળીયુ હોય ત્રણેય જણાએ યુવાનને જઈને કહેલ કે ‘તુ ફળીયામાં કેમ બૂમાબૂમ કરે છે’ તેમ કહી તેને માર માર્યો હતો. જેમાના એકે માથામાં પાળીયાનો ઘા ઝીંકી દેતા લોહીલુહાણ હાલતમાં ફસડાઇ પડેલા યુવાનને છોડીને ત્રણેય જણા ભાગી છૂટ્યા હતા. જેની ફરિયાદ ડભોઇ પોલીસ આપતા પોલીસે ફરીયાદ આધારે ત્રણેયને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ડભોઇ પોલીસમાંથી મળતી માહિતી મુજબ ફરિયાદી સંજયભાઇ રયજીભાઇ રાઠોડીયા ઉ.વ.32 રહે.પોલીસ લાઇન પાછળ, રાઠોડીયા ફળીયુ, ડભોઇની ફરિયાદમાં જણાવ્યા મુજબ ગતરોજ રાત્રે પોતાના ઘેર આવતા જમવા બાબતે પોતાની માતા અને દાદી સાથે બોલાચાલી થઈ હતી. જે બાદમાં સંજય રાઠોડીયા ફળીયામાંથી દૂર સુધરાઇ ગ્રાઉન્ડમાં જઈ બેસી ગયો હતો. તેવામાં ફળીયામાં રહેતા ત્રણ ઇસમો જેમાં અનિલ કમુભાઇ રાઠોડીયા, અજયભાઇ કમુભાઇ રાઠોડીયા તેમજ કાળીયો રણછોડભાઇ રાઠોડીયા રહે.પોલીસ લાઇન પાછળ, રાઠોડીયા ફળીયુ, ડભોઇનાઓ આવ્યા હતા અને કહેવા લાગેલ કે ‘તુ કેમ ફળીયામા બૂમાબૂમ કરે છે અને તારી મા સાથે ઝઘડો કરે છે’ તેમ કહી અજય રાઠોડીયા અને કાળીયા રાઠોડીયાએ સંજયને ગદડાપાટુનો માર મારવાનું શરૂ કર્યો હતો.

જ્યારે અનિલ રાઠોડીયાએ પોતાના હાથમાં રાખેલ પાળીયાનો ઘા સંજય રાઠોડીયાના માથામાં મારી દેતા જમીન પર ફસડાઇ પડી લોહીલુહાણ થઈ ગયો હતો. જે જોઇ ત્રણેય હુમલાખોરો ભાગી છૂટ્યા હતા. બનાવની જાણ ઇજાગ્રસ્ત સંજયની માતાને થતા તેઓ તેને રેફરલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યા સારવાર અર્થે દાખલ કરી ડભોઇ પોલીસને હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ આપતા ત્રણેયને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...