તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:ડભોઇના પક્ષીતીર્થ વઢવાણા ખાતે વેટલેન્ડ ડે ઉજવાયો, પક્ષીઓ પર અભ્યાસ કરતા અભ્યાસુઓ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં

ડભોઇએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડભોઈના વઢવના સિંચાઇ તળાવ ખાતે વિશ્વ વેટલેન્ડ ડેની વન વિભાગ દ્વારા ઉજવણી કરાઇ હતી. - Divya Bhaskar
ડભોઈના વઢવના સિંચાઇ તળાવ ખાતે વિશ્વ વેટલેન્ડ ડેની વન વિભાગ દ્વારા ઉજવણી કરાઇ હતી.

ડભોઇ તાલુકાના સિંચાઇ તળાવ તેમજ પક્ષીતીર્થ તરીકે ખ્યાતી પામેલા વઢવાણા તળાવ ખાતે મંગળવારે “વિશ્વ વેટલેંડ ડે’ની ઉજવણી વન્યપ્રાણી વિભાગ વડોદરા, શિવરાજપુર રેંજ, જાંબુઘોડા રેન્જ તેમજ કંજેઠા રેન્જ દ્વારા કરાઇ હતી. જેમા વનવિભાગના અધિકારીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી વઢવાણા તળાવને જળપ્લાવિત એટલે કે વેટલેન્ડ (પક્ષીઓના રહેઠાણની જગ્યા) તરીકેની ઓળખ સાથે પાછલા 15 વર્ષથી ઉજવણી થઈ રહી છે.

ડભોઇ તાલુકાના વઢવાણા સિંચાઇ તળાવને વર્ષ-2005મા દેશના અગત્યના જળપ્લાવિત એટલે કે વેટલેંડ તરીકે પક્ષીઓના રહેઠાણની જગ્યા તરીકે ઓળખ મળતા વનવિભાગ દ્વારા વઢવાણા સિંચાઇ તળાવની માવજત અને દેખરેખ સહીત પક્ષીતિર્થ તરીકેની માન્યતા પામેલ હોય તેની વિશેષ કાળજી લેવાનુ કેટલાક નિતિ નિયમો સાથે નક્કી કરી દેવામા આવ્યુ હતુ.

ત્યારથી જ વેટલેંડ ડેની ઉજવણી કરી લોકોમા પક્ષીતીર્થ તરીકે ખ્યાતી પામેલા વઢવાણા તળાવની સામાન્ય તળાવ તરીકે નહી પરંતુ લોકોમા જનજાગૃતિ આણવાના આશય સાથે વઢવાણા તળાવની વિશેષ ઓળખ છતી કરવાના આશય સાથે દરવર્ષે વિશ્વ વેટલેંડ ડે 2 ફેબ્રુઆરીના રોજ ઉજવીને વનવિભાગ દ્વારા સવિશેષ પ્રયત્ન કરવામા આવી રહ્યા છે.

ત્યારે 2 ફેબ્રુઆરીના રોજ નાયબ વન સંરક્ષણ અધિકારી વાઘેલાની વિશેષ હાજરી સાથે બોમ્બે હીસ્ટરી નેશનલ સોસાયટીના ડૉ. ભાવિક પટેલ, ડૉ.ભાગવત સહીત સહીત વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો