મુશ્કેલી:વરસાદ ખેંચાતાં ડભોઈના તેનતળાવ સહિતના જળસ્રોતો ખાલીખમ થયાં

ડભોઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડભોઇ પંથકમાં વરસાદ ખેંચાતા ઐતિહાસીક તેનતલાવ પણ ખાલીખમ થઈ ગયું છે. - Divya Bhaskar
ડભોઇ પંથકમાં વરસાદ ખેંચાતા ઐતિહાસીક તેનતલાવ પણ ખાલીખમ થઈ ગયું છે.
  • તુવેર-કપાસ માટે વરસાદ હજુ 4-5 દિવસ લંબાય તો ચાલે પરંતુ ડાંગર માટે ખતરો
  • જોકે ઓરસંગના પૂરને કારણે વઢવાણા તળાવ હજુ ખેડૂતો માટે આશા આપી રહ્યો છે

ડભોઇ પંથકમાં ચાલુ વર્ષે ઓગસ્ટ માસનું બીજું સપ્તાહ પણ શરૂ થઇ ચુક્યું છે ત્યારે મોસમનો કુલ વરસાદ હજુ માત્ર 357 મિ.મી. જ નોંધાયો છે. હાલ તો છેલ્લા કેટલાક દિવસથી લાંબો વિરામ લેતા ખેડૂતો પર ચિંતાના વાદળો ફરી વળ્યા છે. સાથોસાથ તાલુકાના તેન તળાવ જેવા ઐતિહાસિક તેનતલાવ તળાવ પણ ખાલીખમ જોવા મળી રહ્યું છે. જ્યારે વઢવાણ સિંચાઈ તળાવ માં પસંદગીમાં પાણી આવવાથી હાલ આ તળાવના કમાન્ડ એરિયાના ખેડૂતો માટે રાહત છે.

ઋતુચક્રના નિયમ અનુસાર હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. ડભોઇ તાલુકો ખેતીપ્રધાન તાલુકો છે અને ખેડૂતોને સૌથી મોટો આધાર જ વરસાદનો છે. આ ખરીફ સીઝનમાં ડભોઇ પંથકમાં મોટેભાગે કપાસ તુવર, ડાંગર, સોયાબિન, જેવા પાકોનું વાવેતર કરવામાં આવે છે. પંથકમાં જમીનના પ્રકારો જોવા જઈએ તો કેટલાક વિસ્તારમાં કાળી જમીન ક્યાં ગોરાટ તો ક્યાંક મિશ્ર જમીનો આવેલી છે.

ચાલુ સાલે હાલ ઓગસ્ટ માસના જેની તારીખ સુધીનો કુલ વરસાદ જોવા જઈએ તો માત્ર 357 મિ.મી. નોંધાયો છે. જે ગત વર્ષ કરતાં પણ ઘણો ઓછો છે નિયમિત વરસાદની આશાએ મોટાભાગના ખેડૂતોએ વાવેતર તો કરી જ નાખ્યું છે. ક્યારે હવે દરેક પ્રકારના પાકને પાણીની તાતી જરૂરિયાત ઉભી થઇ ચૂકી છે. આવા સંજોગોમાં ડભોઈ પંથકમાં વરસાદે ખૂબ જ લાંબો વિરામ લેતા હાલ ખેડૂતોની પરિસ્થિતિ કફોડી થઇ ચૂકી છે. ખાસ કરી અને કપાસ તુવેર જેવા પાકોમાં તો હજુ પણ ચાર-પાંચ દિવસ વરસાદ થઈ જાય તો વાંધો આવે તેમ નથી. પરંતુ ડાંગરના પાક માટે તો પાણીની ખૂબ જ તાતી જરૂરિયાત ઉભી થઇ ચૂકી છે.

જોકે પિયતની સગવડ ધરાવતા ખેડૂતો વેચાતું પાણી લઈને પણ પોતાનો પાક બચાવવામાં પડી ગયા છે. પરંતુ વરસાદ જ ખેડૂતો માટે આધાર છે તેવા ખેડૂતોની હાલત કફોડી થઈ ચૂકી છે અને તેઓ તો હાલ હવે વરસાદ પડે તેવી આજીજી કરી રહ્યા છે. જોકે હાલ ડભોઇ પંથકના વઢવાણા સિંચાઈ તળાવની વાત કરવા જઈએ તો ડાંગરના ધરૂ રોપાય તે પૂરતું પાણી તો નર્મદામાંથી ઠાલવવામાં આવ્યું હતું. ત્યારે હાલ તાજેતરમાં મધ્યપ્રદેશમાં વરસાદ પડતાં ઓરસંગનું પાણી વઢવાણા સિંચાઈ તળાવમાં આવતા હાલ તળાવની સપાટી 175. 40 ફૂટે પહોંચી છે. આ કમાન્ડ એરિયાના ખેડૂતોને પાણી આપતા રાહત અનુભવી રહ્યા છે. પરંતુ વઢવાણા તળાવના કમાન્ડ એરિયા સિવાય ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે. તે ખેડૂતોને ડાંગરનો પાક માટે પાણીની તાતી જરૂરિયાત ઉભી થઇ ચૂકી છે.

સાથોસાથ તાલુકાના ઐતિહાસિક તેનતલાવ તળાવની વાત જોવા જઈએ તો આજે એ ઐતિહાસિક તળાવ પણ બિલકુલ ખાલીખમ જોવા મળી રહ્યું છે. જેને લઇ એ ગામના પશુપાલકો હોય કે ખેડૂતો માટે પણ પાણીની સમસ્યા ઊભી થાય તેવા સ્પષ્ટ એંધાણો જોવા મળી રહ્યા છે. બીજી બાજુ પંથકમાં નર્મદાની નહેરો આવેલી છે પરંતુ ઉપરવાસમાં પણ હજુ વરસાદ જોઈએ એવો ન હોવાથી નર્મદા ડેમ પણ તેની મહત્તમ સપાટી સુધી પહોંચે એવું દૂર સુધી હજુ તો જણાતું નથી. જેથી પંથકના તળાવો હોય ઐતિહાસિક તેનતલાવ તળાવ હોય કે પછી નર્મદાની નહેરો હોય બિલકુલ ખાલીખમ હોવાથી હવે જો વરસાદ લંબાય તો ખેડૂતોના માટે મોટી આફતો આવીને ઊભી રહે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...