ખેડુતોમાં ખુશીનો માહોલ:ડભોઇમાં 2.5 ઇંચ વરસાદથી નિચાણવાળા વિસ્તારોમાં પાણી

ડભોઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામીણ વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાયાં
  • વરસાદના આગમનથી ખેડુતોમાં ખુશીનો માહોલ

ડભોઇ પંથકમાં દિવસભર સાર્વત્રિક વરસાદ 12 કલાકમાં 2.5 ઇંચ વરસાદ પડતાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ નગરમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે મહુડી ભાગોળ કોટ વિસ્તાર બહાર આવેલી આયુસ, ઉમાં સોસાયટી સહિત નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે. ડભોઇ પંથકમા તાલુકા અને નગરમા ધોધમાર વરસાદ વરસતા રોડ રસ્તા પાણી પાણી જ્યારે ખેતરોમાં પણ ભરાયા છે પાણી. તો તાલુકાના દંગીવાળા, બમ્બોજ, સીમડિયા, ટીમ્બિ, તરસાણા, વસઈ, સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમા પાણી ભરાયા છે.

ઉપરવાસમા વરસાદને કારણે મોટાભાગની નદીઓમાં આવ્યા છે નવા નિર. તો મહુડી ભગોડ વિસ્તારમા નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે પાણી. જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુટણ સમાં પાણી ભરાતા ભારે હાલાકી. ડભોઇ પંથકમાં છેલ્લા 12 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વર્ષયો છે. જ્યારે સિઝનનો કુલ 9 ઇંચ વરસાદ ચોપડે નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...