સાઠોદ નજીક ટેમ્પો ઝાડ સાથે ભટકાતાં ચાલકનું મોત

ડભોઇ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડભોઈના સાઠોદ ગામ નજીક આજરોજ વહેલી સવારના એક આઇસર ટેમ્પો ઝાડ સાથે ભટકાતાં ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. - Divya Bhaskar
ડભોઈના સાઠોદ ગામ નજીક આજરોજ વહેલી સવારના એક આઇસર ટેમ્પો ઝાડ સાથે ભટકાતાં ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
  • ભોગ બનનાર યુવક બનાસકાઠાંના થરાનો વતની

ડભોઇ:તાલુકાનાં સાઠોદ ગામ નજીક આજરોજ વહેલી સવારનાં એક આઇસર ટેમ્પો ઝાડ સાથે ભટકાંતાં ચાલકનું ઘટનાં સ્થળે જ મોત નિપજ્યુ છે. પોલીસે સ્થળ સ્થિતિ મુજબનું પંચનામું કરી મૃતદેહનો કબજો મેળવી પીએમ બાદ વાલી વારદારોને મૃતદેહ સોંપી દીધો છે. ભોગ બનનાર યુવક બનાસકાઠાંનાં થરા ગામનો હતો. ડભોઇ-શિનોર રાજ્યઘોરી માર્ગ પર આજરોજ વહેલી સવારનાં ૩-૩૦ કલાકે એક આઇસર ટેમ્પો ઝાડ સાથે ભટકાંતાં યુવાનનું ઘટનાં સ્થળે મોત નિપજ્યુ હતું. આ અંગે મળતી માહિતી મુજબ બનાસકાંઠાનાં કાંકરોલ તાલુકામાં આવેલાં થરા ગામે રહેતાં 29 વર્ષીય યુવક ભરતજી પોપટજી ઠાકોર પોતાની આઇસર ગાડી લઇને ચિખલી ખાતે હતો. 
ચાલકનું ઘટનાસ્થળે જ મોત
જે ગત રાત્રીનાં પરત વાયા નેત્રંગ, રાજપીપળા થઇ પરત થરા ગામે જવા નીકળ્યો હતો. ત્યાં વહેલી સવારનાં .૩૦ કલાકે  તાલુકાનાં સાઠોદ નજીક આવતાં તેનું સ્ટીયરિંગ પરથી કાબૂ જતાં ટેમ્પો રોડની બાજુમાં આવેલાં ઝાડ સાથે ભટકાંતા આઇસર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતું. આ બાબતની જાણ પોલીસને થતાં સત્વરે પોલીસે ઘટનાંસ્થળે પહોંચી સ્થળસ્થિતિ મુજબનું પંચનામુ કરી મૃતદેહને ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાં પીએમ બાદ વાલી વારસદારોને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...