ભાસ્કર વિશેષ:ડભોઇની વૈષ્ણવ હવેલીઓ, નરસિંહજી મંદિરે તુલસી વિવાહ સંપન્ન

ડભોઇ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડભોઈ માં ભગવાન નરસિહજી મંદિરે તેમજ વૈષ્ણવ હવેલીઓ ખાતે ધાર્મિક આસ્થા અને શ્રદ્ધા સાથે તુલસી વિવાહ સંપન્ન થયા હતા. - Divya Bhaskar
ડભોઈ માં ભગવાન નરસિહજી મંદિરે તેમજ વૈષ્ણવ હવેલીઓ ખાતે ધાર્મિક આસ્થા અને શ્રદ્ધા સાથે તુલસી વિવાહ સંપન્ન થયા હતા.
  • બ્રાહ્મણે તુલસી વિવાહની વિધિ ધાર્મિક મંત્રોચ્ચારો સાથે સંપન્ન કરાવી : ભક્તોએ દર્શનનો લહાવો લીધો

ડભોઇના લાલબજાર સ્થિત ભગવાન નરસિંહજી મંદિરે તેમજ ઝારોલાવાગા સહિત નગરમાં આવેલ વૈષ્ણવ સંપ્રદાયની હવેલીઓ (મંદિર) ખાતે ભગવાન નરસિંહજીના તુલસીજી સાથે ધાર્મિક મંત્રોચ્ચારો સાથે ભક્તોની હાજરીમાં લગ્ન યોજાયા હતા. ડભોઇ નગરમાં વૈષ્ણવ સંપ્રદાયની ચાર હવેલીઓ આવેલી છે. ઝારોલાવાગા ખાતે શ્રી દ્વારકાધીશની હવેલી તેમજ શ્રી મદનમોહનજીનું મંદિર જ્યારે વિશાલાડવાગામાં શ્રીનાથજીનું મંદિર તેમજ ઉમા સોસાયટી ખાતે છોટા દ્વારકાધીશનું મંદિર આવેલ છે. ત્યારે દેવ ઉઠી એકાદશી નિમિત્તે વૈષ્ણવ હવેલીઓ સહિત નગરના લાલબજાર ખાતે આવેલા ભગવાન નરસિંહજીના મંદિરે તુલસી વિવાહ ધાર્મિક વાતાવરણમાં સંપન્ન થયા હતા. બ્રાહ્મણે તુલસી વિવાહની વિધિ ધાર્મિક મંત્રોચ્ચારો સાથે સંપન્ન કરાવી હતી.

ભગવાનના લગ્ન પ્રસંગને મહાલવા, દર્શન કરવા અને લગ્નની વિધિ માણવા ભક્તોનો મંદિરોમાં ઘસારો જોવા મળ્યો હતો.તુલસીવિવાહના પ્રસંગે મંદિરોને ધજાપતાકા, લાઇટ ડેકોરેશન અને રોશનીથી શણગારવામા આવ્યા હતા. દેવ ઉઠી એકાદશીએ ભગવાનને જગાડવાએ બાબત ખુબજ સુચક છે. ભગવાનને જગાડવા એટલે માનવીએ પોતાની જાતને જગાડવી કારણ કે માનવી ચાલે છે ઘણુ પણ પહોંચતો ક્યાય નથી. જેનો ભાવાર્થ એ કે પગ ચાલે તો પ્રવાસ અને હ્રદય ચાલે તો યાત્રા, આંખ જુએ તે દ્રશ્ય અને હ્રદય માને તે દર્શન, આમ આ ધાર્મિક ઉક્તિ મુજબ દેવ ઉઠી એકાદશીનું પણ એટલુ જ મહત્વ ગણવામાં આવે છે. ત્યારે ભગવાન નરસિંહજીના તુલસીજી સાથે લગ્ન યોજાયા હોય જેને તુલસી વિવાહ કહેવામાં આવે છે. જે ડભોઇની ધર્મપ્રેમી જનતાએ તુલસી વિવાહની શ્રદ્ધા અને વિશ્વાસ સાથે યોજી હાજરી આપી દર્શનનો લ્હાવો લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...