નિમણૂક:વડોદરા જિલ્લ્લા કોંગ્રેસના હોદ્દેદારોની 2 વર્ષ બાદ વરણી !

ડભોઇ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 ઉપપ્રમુખ બનાવી દઇ નિમણૂક પત્ર જાહેર કરાયો

ઉત્તરપ્રદેશ બાદ ગુજરાત વિધાનસભાની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે. બીજીબાજુ કોંગ્રેસના કાર્યકરોનુ સ્વમાન ના જળવાતુ હોવાની બૂમો સાથે અનેક કાર્યકરો પાર્ટી છોડી જતા રહેતા હોઇ વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની વરણીને બે વર્ષ ઉપરાંતનો સમય વિતી ગયા બાદ અચાનક જિલ્લાના હોદ્દેદારોની વરણી કરી ફડફડીયા પકડાવી દેતાં જિલ્લાભરના કોંગ્રેસી કાર્યકરો અને લોકોમાં પણ આશ્ચર્ય વ્યાપી જવા પામ્યું છે.

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પડઘમ વાગી રહ્યા હોઇ વડોદરા જિલ્લામાં નિષ્ક્રિય રહેલી કોંગ્રેસે જિલ્લા પ્રમુખની વરણી થયાના બે વર્ષ ઉપરાંતના સમય બાદ જિલ્લાના આઠ તાલુકા જેમાં વડોદરા, સાવલી, ડેસર, વાઘોડિયા, કરજણ,પાદરા, શિનોર, ડભોઇ સહિતના તાલુકાઓ ને આવરી લઈ 15 ઉપપ્રમુખ બનાવી દઇ નિમણૂક પત્ર જાહેર કરાયો છે. એટલું જ નહીં બે સંગઠન મહામંત્રી બનાવ્યા છે જેમાં એક કરજણના ઉંડેરાથી અને બીજા વડોદરાના રારોદથી નિમણૂક કરાઇ છે. જ્યારે ખજાનચી પણ વડોદરાના ધનયાવીથી નિમાયેલ હોઇ બે વર્ષ બાદ કોંગ્રેસની વડોદરા જિલ્લાના હોદ્દેદારોની નિમણૂક જાહેર કરાતાં કોંગ્રેસ પક્ષની વર્ષોની પરંપરા મુજબ ચુંટણીના વર્ષમાં જ હોદ્દેદારોની નિમણૂક કરવાની પરંપરા જિલ્લામાં જળવાઇ રહેવા પામતા લોકોમા આશ્ચર્ય વ્યાપી ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...