તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ડમ્પર-બાઈક વચ્ચે અકસ્માત વડોદરાના નાગરિકનું મોત

ડભોઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડભોઇના વેગા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો
  • અન્ય બે ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા

ડભોઇ વડોદરા રાજ્ય ધોરીમાર્ગ પર આજરોજ સવારે વેગા ફરતીકૂઈ વચ્ચે આવેલા એસાર પંપ પાસે ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જ્યારે અન્ય બેને નાની મોટી ઇજાઓ થતાં તેમણે નજીક ની હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા. પોલીસે અકસ્માત ગુન્હો દાખલ કરી ડમ્પર ચાલક વિરુદ્ધ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વડોદરા છાણી વિસ્તારમાં રહેતા ચંદ્રશેખર મધુકર પાટીલ વડોદરાથી ડભોઇ કામ અર્થે આવી રહ્યા હતા. તે અરસામાં ડભોઇ તરફથી પૂર ઝડપે આવતા ડમ્પર ચાલકે ડભોઇ વેગા અને ફરતીકૂઈની મધ્યમાં આવેલ એસ્સાર પેટ્રોલ પંપ નજીક બાઇકને ટક્કર મારતા 124 તરુણ નગર છાણી જકાતનાકા વડોદરા ખાતે રહેતા ચંદ્રશેખર મધુકર પાટીલનું બાઇક ઉપરથી ફંગોળાઈ જતાં કરૂણ મોત નીપજયું હતું.

તો તેમની સાથે અન્ય બેને પણ નાની મોટી ઇજાઓ થતાં નજીકના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ડભોઇ પોલીસ સ્થળ ઉપર પહોંચી જતાં બાઇકને ટક્કર મારી ભાગી છૂટેલા ડમ્પર ચાલકને શોધવા ચક્રો ગતીમાં કર્યા છે અને અકસ્માત ગુન્હો ડમ્પર ચાલક વિરુદ્ધ નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...