સમૂહ લગ્ન:ડભોઇમાં હઝરત બાલમ શહિદ બાવા અને હઝરત ગેબન શહીદ બાબાના ઉર્સની અનોખી ઉજવણી

ડભોઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
5 દુલ્હા-દુલ્હનના સમૂહ લગ્ન કરવામાં આવ્યા હતા. - Divya Bhaskar
5 દુલ્હા-દુલ્હનના સમૂહ લગ્ન કરવામાં આવ્યા હતા.
  • ઉજવણીમાં પાંચ મુસ્લિમ જોડાઓનું સમૂહ લગ્ન કરવામાં આવ્યું

હઝરત બાલમ શહિદ બાવા અને હઝરત ગેબન શહીદ બાબાના ઉસૅ મુબારક પ્રસંગે ડભોઇ મોતીબાગ મેદાનમાં નસીબ ખિદમત કમિટી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાંચ દુલ્હા દુલ્હનોને સમૂહમાં નિકાહની રશમ અદા કરવામાં આવી હતી.

ડભોઇ મોતીબાગ ચોગાનમાં આવેલા હઝરત બાલમ શહીદ બાવા અને હઝરત ગેબન શહિદ બાવા ઉસૅ પ્રસંગે રહેમતભાઈ ભૂરાવાળા, સિદ્દીકભાઈ ઘાંચી, ગુલામ મીયા બાપુ, નસીબ ખિદમત કમિટી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 5 દુલ્હા-દુલ્હનોના સૈયદ તાહીર હુસેન બાપુ તેમજ જામા મસ્જિદના મૌલાના અનવર અશરફી કડિયાવાડ મસ્જિદના હાજી મુસ્તુફાએ મુસ્લિમ જ્ઞાતિના રિવાજ મુજબ સમૂહ લગ્ન નિકાહ રશમ અદા કરાવી હતી.

આ પ્રસંગે બોડેલીના હાજી અહેમદભાઈ હાજી ઇસબભાઈ ધાબાવાળા પરિવાર તેમજ નગરપાલિકાના સદસ્ય ફેમિદાબાનુ લાલાભાઇ શાક વાળા તથા ડોક્ટર હુસૈન અને સઇદભાઈ લોટવાળા યુસુફભાઈ ફાતિયા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કે આ જગ્યા પર આવતી કાલે હિન્દુસ્તાનના મશહુર કવ્વાલ અનીશ નવાબ અને ઇમ્તિયાજ નાઝા કવ્વાલીનો શાનદાર મુકાબલો યોજાશે. તેમ નસીબ ખિદમત કમિટી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...