તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:મોટરસાઈકલ સવાર 4 વ્યક્તિના 1.30 લાખ લૂંટી અજાણ્યા ઈસમો ફરાર

ડભોઈ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લીંગસ્થળી ચોકડી પાસે શનિવારે રાત્રે બનેલો બનાવ
 • પોલીસના જણાવ્યા મુજબ લૂંટારુઓ સ્થાનિક હોવાનો અંદાજ

ડભોઇ તાલુકાના કાયાવરોહણ નજીકની લીંગસ્થળી ચોકડી પર ગતરાત્રીના 8-15ના સુમારે બામણગામ આવેલી કંપનીમાં નોકરીએથી મોટરસાયકલ પર પરત જતા બે યુવાનોને રોકી તેઓની પાસેની રોકડ તેમજ મોબાઇલ ફોનની લૂંટ ચલાવી કુહાડીની ઝાપટ મારી નાળામાં ફેંકી દીધા હતા. અને તેઓની મોટરસાયકલ સળગાવી દીધી હતી. તેવી જ રીતે બીજી એક મોટરસાયકલ આવતા તેઓ સાથે પણ આવું જ કૃત્ય કરતાં ચકચાર મચી જવા પામી હતી. આ બાબતે જાણી પોલીસે તાત્કાલિક ચારેતરફ નાકાબંધી કરી લૂંટારૂઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શિનોર તાલુકાના અવાખલ ગામ ખાતે રહેતા ગૌરાંગ જીતેન્દ્ર વસાવા તથા તેનો મિત્ર સુનિલ જયંતિભાઈ વસાવા નવો બામણગામ ખાતે આવેલી કંપનીમાં અઠવાડિયાથી ફરજ બજાવતા હતા. નોકરી શનિવારે નાઈટ હોય તેઓ સાંજે નોકરી પર જવા મોટરસાયકલ લઈ નીકળ્યા હતા. પરંતુ સુનિલ વસાવાની તબિયત સારી ન જણાતા તેઓ કંપની પરથી પરત ફરી રહ્યા હતા. રાત્રિના લગભગ 8-15 વાગ્યાના અસરામાં તેઓ કાયાવરોહણ નજીક આવેલી લીંગસ્થળી ચોકડી પાસે પહોંચતા નાળા નજીક પેશાબ પાણી કરવા માટે ઊભેલા હતા.

એ દરમિયાન કાયાવરોહણ ગામના અનિલ ભુપેન્દ્ર વસાવા નામનો પોતાના સમાજનો અને જાણીતા યુવાન તથા તેની સાથે બીજો એક અજાણ્યો ઈસમે તેઓની નજીક આવી પ્રથમ તો ગાળો બોલી સુનિલ સાથે ઝપાઝપી કરી હતી. તેના ગજવામાં રહેલા રૂપિયા 12000 રોકડ તેમજ વીવો કંપનીનો રૂપિયા 15000નો ફોન લુટી તેને કુહાડીની ઝાપટ મારી તેને નાળા અંદર ફંગોળી દીધો હતો. ત્યારબાદ ગૌરાંગ વસાવા સાથે પણ ઝપાઝપી અને મારામારી કરી તેની પાસેનો વીવો કંપનીનો 18 હજારની કિંમતનો મોબાઇલ લૂંટી લીધો હતો.

એટલું જ નહીં ત્યારબાદ સુનિલની મોટરસાયકલને પણ લાત મારી દિવાસળી ચાંપી સળગાવીને રૂા. 65,000 નુકસાન કર્યું હતું. થોડીક ક્ષણોમાં વડોદરા તાલુકાના હંસા પુરા ગામના યસ દિનેશભાઈ પાવા, રોબિન કિરણભાઈ પાવા પણ પોતાની મોટરસાયકલ લઈને જતા હતા. દરમિયાન તેઓને પણ રોકી ગાળાગાળી કરી તેઓ બન્ને પાસેથી એક iphone અને સેમસંગ ફોન મળી રૂપિયા 38000ના ફોનની લૂંટ ચલાવી હતી. આમ એક જ સ્થળ પર માત્ર ગણતરીના કલાકોમાં લૂંટારુએ બે મોટરસાઈકલ રોકી ચાર યુવાનોને લૂંટી લેતા આ બાબતેની ગાંધીનગર પોલીસ મથકને જાણ કરતા સત્વરે પોલીસે ચારે બાજુ નાટક બંધ કરી આ લૂંટારાઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

બીજી બાજુ ઘટના સંબંધિત ગૌરાંગ વસાવાની ફરિયાદ લઇ આ લૂંટારાઓ વિરુદ્ધ રૂપિયા 1,30,000ની લૂંટ ચલાવવા બાબતેનો ગુનો નોંધી લૂંટારૂઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે પોલીસના જણાવ્યા મુજબ લુટારુઓ કદાચ સ્થાનિક જ હોઈ શકે જેથી હવે તેઓ હાથવેંત દૂર હોવાનું પણ જણાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો