કરુણાંતિકા:ટ્રકની ટ્રોલી વીજ વાયરને અડી જતાં બે યુવાનોના મોત નિપજ્યાં

ડભોઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રક ડભોઈના પીસઈથી મંડાળા રોડ પરથી પસાર થઈ રહી હતી

ડભોઇ તાલુકાના પીસઈથી મંડાળા જતા રોડ ઉપર એક હાઇવા ટ્રકની ઉપરથી પસાર થતો જીવંત વીજ વાયર ટ્રકની ટ્રોલીને અડી જતા ભારે કરંટ લાગેથી મંડાળા ગામના બે યુવાનોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. પોલીસ દ્વારા બંનેના મૃતદેહને ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે લાવી પી.એમ.ની કાર્યવાહી હાથ ધરી છે.

ડભોઇ તાલુકાના પીસઈથી મંડાળા રોડ ઉપર રેતીની હાઇવા લઈ મંડાળા તરફ જાતા મંડાળા ગામના મગનપુરા ફળિયામા રહેતા 30 વર્ષિય સુનિલભાઈ નગીનભાઈ વસાવા અને કનુભાઈ ચંદુભાઈ વસાવા ઘર તરફ જઈ રહ્યા હતા.

ત્યારે પીસાઈ મંડાળાની મધ્ય રોડ ઉપર મધ્ય ગુજરાત વીજ કંપનીના પસાર થતા વીજ વાયર ઉપર હાઇવા ટ્રક ની ટ્રોલી અડી જતા કરંટ ટ્રકમા કરંટ ઉતરતા બને ઇસમોનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. ડભોઇ પોલીસને આ અંગે જાણ કતા ડભોઇ પોલીસ દ્વારા બને યુવકોના મૃતદેહ ડભોઇ રેફરલ હોસ્પિટલ લાવી પી.એમ. માટેની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...