તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ડભોઇ-કરણેટ માર્ગ પર ઝાડીમાં છુપાવેલા દારૂ સાથે બે ઝડપાયા

ડભોઇએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ડભોઈ કરનેટ માર્ગ પર બોરિયાડ ગામની કેનાલની ઝાડીઓમાં વિદેશી દારૂના જથ્થા સાથે છુપાયેલા બે ઈસમો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. - Divya Bhaskar
ડભોઈ કરનેટ માર્ગ પર બોરિયાડ ગામની કેનાલની ઝાડીઓમાં વિદેશી દારૂના જથ્થા સાથે છુપાયેલા બે ઈસમો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.
 • ડભોઇ પોલીસે કુલ 5221નો વિદેશી દારૂ ઝડપ્યો
 • પોલીસે પ્રોહિ.નો ગુનો નોંધી બંનેને કસ્ટડી ભેગા કર્યા

જિલ્લા પોલીસ વડાના આદેશ અનુસાર હોળી ધુળેટાના પર્વને લઈ અસામાજીક પ્રવૃત્તિઓમા રચ્યા પચ્યા રહેતા ઇસમોને ઝડપી પાડવા ડભોઇ ઇ.પી.આઇ. પરમારના માર્ગદર્શન હેઠળ મહિલા પી.એસ.આઇ. ડી.કે.પંડ્યાએ બીટ જમાદાર સાથે ડભોઇ કરણેટ માર્ગ પર કામગીરી હાથ ધરી હતી. ત્યારે બોરયાદ ગામ પાસેની નર્મદા કેનાલની બાજુની ઝાડીઓમા બે ઇસમો વિદેશી દારૂના જથ્થા સાથે છુપાયેલ હોવાની બાતમી આધારે બન્નેને થેલામા મુકેલ વિદેશી દારૂની બોટલો નંગ-36 કિ.રૂા. 5221 સાથે ઝડપી પાડી પ્રોહીબીશનની કલમ હેઠળ ગુન્હો નોધી કસ્ટડી ભેગા કરાયા હતા.

ડભોઇ કરણેટ માર્ગ પર મહિલા પી.એસ.આઇ. ડી.કે.પંડ્યા તેમજ બીટ જમાદાર બાલુભાઇ સાથે પો.કો. નિલેષભાઇ કામગીરીમા હતા. ત્યારે બાતમી મળેલ કે બોરયાદ પાસેની નર્મદા કેનાલની ઝાડીઓમાં બે ઇસમો વિમલના થેલામા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે છુપાયેલ છે. જેથી તપાસ કરતા મુદ્દામાલ સાથે બે ઇસમો ઝડપાઇ ગયા હતા.

જેઓના નામઠામ પુછતા ગૌરાંગ ઉર્ફે સાગર ચન્દ્રકાંતભાઇ પરમાર ઉ.વ.26 તેમજ જયેશ વસંતભાઇ માળી ઉ.વ.19 બન્ને રહે.રેલવે કોલોની, ગુલબીચાલી, ડભોઇના હોવાનુ જણાવતા તેમજ વિમલના થેલામાં તપાસ કરતા વિદેશી દારૂ વોડકાની કાંચની મોટી બોટલો નંગ-12 તેમજ બિયર ટીન નંગ-24 મળી કુલ બોટલો નંગ-36 કિ.રૂા. 5221 સાથે ઝડપાઇ જતા બન્નેની વિરુદ્ધ પ્રોહીબીશનની કલમ હેઠળ ગુન્હો નોધી કસ્ટડી ભેગા કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો