કાર્યવાહી:ડભોઇની નાંદોદી ભાગોળે ભંગાર ભરેલો ટેમ્પો ચોરતાં બે ઝડપાયા

ડભોઇએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેમ્પો કાદવ કીચડમાં ફસાઇ જતાં બંને ઝડપાઇ ગયા

ડભોઇ નાદોદી ભાગોળથી હીરાભાગોળ તરફ જતા માર્ગ પર લોખંડ ભંગારનુ ગોડાઉન આવેલ છે. જે ગોડાઉનમાંથી ટેમ્પોમાં ભંગારનો જથ્થો ભરી સાધલી ગામે વેચાણ અર્થે લઈ જવા માટે વેપારીએ પોતાના ગોડાઉન પાસે પાર્ક કરેલ હતો. રાત્રીના 8:30 કલાકે વેપારી પોતાના પુત્ર સાથે ગોડાઉન બંધ કરી ઘેર જતા રહ્યા હતા ત્યારે બે ઇસમોએ ભંગાર ભરેલ ટેમ્પોની ચોરી કરી હતી. પરંતુ ટેમ્પો ગોડાઉનની પાછળના ભાગે કાદવ કિચડમાં ફસાઇ જતા બંને ઝડપાઇ ગયા હતા.

ડભોઇ પોલીસમાંથી મળતી માહીતી મુજબ ફરિયાદી મોહમ્મદ અબરાર શબ્બીર એહમદ શેઠ રહે. લગણીયા ચોક, ડભોઇની ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ પોતે તેમજ તેઓનો ભાઇ સુફીયાન તેમજ પિતા શબ્બીર એહમદ નાદોદી ભાગોળ પાસે આવેલ સુફી સ્ક્રેપ નામના ભંગારના ગોડાઉનમાં હાજર રહી ટેમ્પોમાં લોખંડ ભંગારનો સામાન કિ.રૂ.40,000નો ભરીને ગોડાઉન પાસે પાર્કિંગ કરી ઘેર જમવા ગયા હતા. રાત્રીના વેપારીના જમવા ગયા બાદ ગોડાઉન પાસે સુનકાર થઈ જતા બે ઇસમોએ ભંગાર ભરેલ ટેમ્પોની ચોરી કરી હતી.

થોડીવારમાં વેપારીનો પુત્ર મોહમ્મદ અબરાર નમાજ પઢવા જતો હોય ગોડાઉન પાસેથી પસાર થતા ભંગાર ભરેલ ટેમ્પો ન દેખાતા તેને તેના પિતા અને ભાઇને જાણ કરી હતી. બીજી બાજુ ડભોઇ પોલીસને પણ બનાવની જાણ કરાતા પોલીસ પણ ભંગારના ગોડાઉન પર પહોંચી હતી. ત્યારે ટેમ્પોની શોધખોળ કરતા ગોડાઉનની પાછળ ભંગાર ભરેલ ટેમ્પો કાદવ કિચડમાં ફસાઇ ગયેલ હતો અને ટેમ્પો ચાલુ કરી કાઢવાની મથામણ કરતા બે ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા. જેઓના નામઠામ પૂછતા નાજીરભાઇ સિકંદરભાઇ મનસુરી તેમજ અમીરભાઇ વલ્લીભાઇ મનસુરી રહે.ડભોઇના હોવાનું જણાવતા બંનેને ચોરીના ગુનામાં કસ્ટડી ભેગા કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...