ક્રાઈમ:ડભોઈના ભીલપુર નજીકથી દારૂના જથ્થા સાથે બે ખેપિયા ઝડપાયા

ડભોઈ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રૂા.62400નો દારૂ, કાર સહિત કુલ 372400નો મુદ્દામાલ જપ્ત

વડોદરા જિલ્લા એલસીબી ડભોઇ તાલુકાના ગોપાલપુરામાં પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. ત્યાંથી નીકળી ભીલાપુરથી વડોદરા જતી નર્મદા કેનાલ પરથી ગાડી વિદેશી દારુનો જથ્થો લઇ પસાર થનાર હોવાની બાતમી મળી હતી. સત્વરે ત્યાં પહોંચી વોચ ગોઠવી હતી. ગણતરીની મિનિટોમાં જ બાતમી મુજબની કાર આવતા પોલીસે થોભાવી તેમાં તપાસ કરતા ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના કોટરીયા નંગ 480 કિંમત રૂા. 62400 મળી આવ્યા હતાં.

પોલીસે અંદર બેઠેલ બે ઈસમોની પૂછપરછ કરતા એકનું નામ નિતીન ગમાભાઈ રાઠવા હાલ રહે. દત્તનગર, થુવાવી મૂળ જોજ તાલુકો ઘોઘંબાનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. જ્યારે બીજો યુવરાજસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ રહે. અંગુઠણ બહાર ફળિયામાંનું જણાવ્યું હતું. પોલીસે પૂછપરછમાં તેઓએ જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો તેઓએ છોટાઉદેપુરના અટ્રોલી ખાતે રહેતા શૈલેષ રાઠવા પાસેથી લઈ આ જથ્થો વડોદરાના માણેજામાં રહેતા હરેશ ચૌહાણને આપવા જઈ રહ્યા હતા. પોલીસે ગાડી, બે મોબાઈલ સહિત કુલ 372400નો મુદ્દામાલ કબજે લઇ બન્નેને ડભોઇ પોલીસ મથકે જેલભેગા કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...