તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ડભોઈના લીંગસ્થળી ચોકડીની લૂંટના બે આરોપી ઝડપાયા

ડભોઈ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એક આરોપી કાયાવરોહણનો, બીજો સાઠોદ ગામનો
 • સાઠોદ ગામનો આરોપી ભૂતકાળમાં કપાસની ગાડીની લૂંટ ચલાવવામાં મુખ્ય આરોપી હતો

ડભોઇ તાલુકાના કાયાવરોહણ ખાતે શનિવારની રાત્રિના 8-15ના સુમારે બે મોટર સાયકલ ચાલકોને રોકી લૂંટ ચલાવનાર બંને લૂંટારાઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી લૂંટનો પર્દાફાસ કરી નાખ્યો છે.

શનિવારની રાત્રિના 8-15 કલાકે અવાખલથી બામણગામ કંપનીમાં નોકરીથી પોતાની બાઈક લઈ પરત ફરતાં અવાખલના બે યુવાનો ગૌરાંગ વસાવા અને સુનિલ વસાવા કાયાવરણ નજીક લીંગસ્થળી ચોકડી પર પેશાબ પાણી કરવા ઉભા હતા. તે સમયે તેઓના સમાજનો અને કાયાવરોહણ ખાતે રહેતો અનીલ વસાવા અને તેની સાથે ના બીજા એક અજાણ્યા ઇસમેં આ બંને સાથે ગાળાગાળી ઝપાઝપી કરી તેઓની પાસેથી 12 હજાર રૂપિયા રોકડ તેઓની પાસેના મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી. તેવી જ રીતે વડોદરા ગ્રામ્યના પહેલા હંસાપુરા ગામ બે યુવાનો પણ મોટરસાયકલ લઈ પોતાના ગામ તરફ જતા તેઓને પણ રોકી બંનેના મોબાઈલની લૂંટ આજ લૂંટારુંઓએ ચલાવી હતી. જે આ બાબતની જાણ ડભોઇ પોલીસને થતાં રાતોરાત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટનાનું વર્ણન જોતા આ ઘટનામાં કોઈ સ્થાનિકનો પણ હાથ હોવાનું તેઓનું અનુમાન હતું. જે ખરેખર સાચું પડેલ છે.

ફરિયાદીની ફરિયાદ આધારે ડભોઇ પોલીસે ઘટનાનો એક સ્થાનિક આરોપી અનિલ ભુપેન્દ્ર વસાવાનો ગુનાના કામ માટે મોબાઈલ નંબર મેળવી ટ્રેસિંગમાં મૂકી દીધો હતો. જે આધારે પોલીસને કાયાવરોહણ ગામની સીમમાં જ હોવાનું લોકેશન મળતાં 3-4 ટીમો બનાવી સીમામાં ચારે બાજુ ફેલાવી શોધખોળ ચાલુ કરી હતી. ડભોઇ પોલીસે ગણતરીની મિનિટોમાં અનીલ વસાવાને ઝબ્બે કરી લીધો હતો.

બીજીબાજુ અજાણ્યો આરોપી બાબતે જિલ્લાની એલસીબી પોલીસને મળેલ બાતમીમાં ડભોઇના થરવાસા ચોકડી ખાતે એક ઈસમ કાયાવરોહણ લૂંટનો મુદ્દામાલ લઇ ઊભો હોવાનું જાણવા મળતા સત્વરે એલસીબી પોલીસે બાતમીવાળી જગ્યા પર પહોંચી ચારે બાજુથી ઘેરો ઘાલી શકમંદને ઝડપી પાડ્યો હતો. અને તપાસ કરતા તેની પાસેથી 4 મોબાઇલ મળ્યા હતા. તેણે સાઠોદ ગામ ભાથીજી મંદિરવાળા ફળિયાનો નિમેશ પટેલ હોવાનું જણાવ્યું હતું. જે અગાઉ કપાસની ગાડી લૂંટમાં પણ મુખ્ય આરોપી છે. એલસીબી પોલીસે આ આરોપીને ડભોઇ પોલીસને સોંપેલ છે. આમ ગણતરીના કલાકોમાં જ પોલીસને લૂંટ પ્રકરણમાં મોટી સફળતા મળી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો